મહેસાણા વિસ્તારમાં રહેતા લોકો માટે ખુશખબર, હિમાચલ પ્રદેશ ફરવા જવા માટે શરૂ થઈ સીધી ટ્રેન
રેલવે વિભાગ દ્વારા મહેસાણાથી હિમાચલ પ્રદેશ જવા માટે સીધી ટ્રેન શરૂ કરવામાં આવી છે.સાબરમતી-દોલતપુર ચૌક ડેલી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા, ઊંઝા અને સિદ્ધપુર રેલવે સ્ટેશને 2-2 મિનિટ ઊભી રહેશે.
મહેસાણા: મહેસાણા વિસ્તારમાં રહેતા લોકો માટે ખુશખબર આવ્યા છે. રેલવે વિભાગ દ્વારા મહેસાણાથી હિમાચલ પ્રદેશ જવા માટે સીધી ટ્રેન શરૂ કરવામાં આવી છે. સાબરમતી-દોલતપુર ચૌક ડેલી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા, ઊંઝા અને સિદ્ધપુર રેલવે સ્ટેશને 2-2 મિનિટ ઊભી રહેશે. અમદાવાદ પશ્ચિમ રેલવે ડિવિઝન દ્વારા ગત 5 એપ્રિલથી સાબરમતી-દોલતપુર ચૌક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાઇ છે. આ ટ્રેન મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને પાલનપુર રેલવે સ્ટેશન સ્ટોપેજ કરશે
19717 નંબરની સાબરમતી-દોલતપુર ચૌક ટ્રેન દરરોજ સવારે 9.45 કલાકે સાબરમતીથી ઉપડશે. જે સવારે 10.42 કલાકે મહેસાણા, 11.03 કલાકે ઊંઝા, 11.18 કલાકે સિદ્ધપુર અને 12.13 કલાકે પાલનપુર રેલવે સ્ટેશન પર આવશે. મહેસાણા, ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર 2-2 મિનિટ અને પાલનપુર સ્ટેશન પર 5 મિનિટ સ્ટોપેજ કરશે. દોલતપુર ચૌકથી પરત આવતી 19718 ટ્રેન બપોરે 12.33 કલાકે પાલનપુર, 1 કલાકે સિદ્ધપુર, 1.15 કલાકે ઊંઝા અને 1.35 કલાકે મહેસાણા સ્ટેશન પર આવશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચની વ્યવસ્થા છે.
હવે નડાબેટ ખાતે વાઘા અટારી બોડર જેવો જોવા મળશે નજારો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાતમાં કેટલાક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આજે સીમા દર્શન પ્રોજેકટ લોકો માટે ખુલ્લો મુકવાનો કાર્યક્રમ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નડાબેટ પહોંચ્યા છે. અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નડેશ્વરી માતાજીના દર્શન કરશે. આજે સીમા દર્શન પ્રોજેક્ટના ઉદ્દઘાટનમાં અધિકારીઓ સહિત રાજકીય આગેવાનો હાજર રહેવાના છે. સીમા દર્શન પ્રોજેકટ પાછળ 125 કરોડનો ખર્ચે પ્રવાસન વિભાગે કર્યો છે. ઇન્ડો પાકિસ્તાનની સરહદ નડાબેટ ખાતે હવે વાઘા અટારી બોડર જેવો નજારો જોવા મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અગામનને લઈને નડાબેટ ખાતે ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઈન્ડો પાકિસ્તાન સરહદ નડાબેટ ખાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાશે. થોડીવારામં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નડાબેટ પહોંચશે. પ્રવાસન વિભાગ દ્વારા 125 કરોડના ખર્ચે સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત ટુરીઝમનો વિકાસ કરવામાં આવ્યા છે. સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટીરિયરવર્ક, વિશ્રામસ્થળ,'સરહદગાથા' પ્રદર્શન કેન્દ્ર અને મ્યુઝીયમ, ડેકોરેટિવ લાઈટીંગ, બીએસએફ બેરેક સહિતની સુવિધા વિકસિત કરાઇ છે. સીમા દર્શન પ્રોજેકટ જવાનોના શોર્ય, દેશ પ્રેમ અને સીમા દર્શન જોઈ પ્રવાસીઓને વીરોની ગૌરવગાથાનું સચિત્ર દર્શન કરાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમનને લઇને નડાબેટમાં કાર્યક્રમને અંતિમઓપ અપાઈ ચૂક્યો છે.