શિક્ષણ જગને શર્મશાર કરતી ઘટનાઃ બનાસકાંઠામાં શિક્ષક શિક્ષિકાનું મોઢું દબાવી કરવા લાગ્યો અશ્લીલ હરકતો, ફાટી નાંખ્યા કપડા ને....
થરાદમાં શિક્ષિકાએ શિક્ષક સામે છેડતીની ફરિયાદ કરી છે. એન કેન પ્રકારે શિક્ષક દ્વારા ફોન કરીને શિક્ષિકાને હેરાન કરવાના પ્રયાસો કરતાં ફરિયાદ કરવામાં આવી છે.
થરાદઃ થરાદમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે બનાસકાંઠાના શિક્ષણ જગતમાં ચર્ચાએ જોર પકડ્યું છે. થરાદમાં શિક્ષિકાએ શિક્ષક સામે છેડતીની ફરિયાદ કરી છે. એન કેન પ્રકારે શિક્ષક દ્વારા ફોન કરીને શિક્ષિકાને હેરાન કરવાના પ્રયાસો કરતાં ફરિયાદ કરવામાં આવી છે.
શિક્ષક દ્વારા અજાણ્યા શખ્સ મૂકી ઘર દરવાજો બંધ કરી હેરાન પરેશાન કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિક્ષક દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. મોઢું દબાવી અને કપડાં ફાડી જાતિ વાચક અપશબ્દો બોલ્યાની ઘટના પણ સામે આવી છે. અગાઉ શિક્ષકે શિક્ષિકાને હેરાન કરી પરંતુ સ્ટાફે સમાધાન કરાવ્યું હતું. સમગ્ર મામલે શિક્ષિકાના પતિએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Ahmedabad : યુવતીને યુવક સાથે બંધાયા શરીરસંબંધ, પ્રેમીને યુવતીનો પુત્ર નહોતો પસંદ એટલે...
અમદાવાદઃ શહેરમાં લગ્નેત્તર સંબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે. પ્રેમમાં આંધળી માતાએ ખૂદ પોતોના જ ત્રણ વર્ષના દીકરાની પ્રેમી સાથે મળીને હત્યા કરી નાંખતા અરેરાટી વ્યાપી ગઈ છે. સાથે સાથે લોકો હત્યારી માતા પર ફીટકાર વરસાવી રહ્યા છે. શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારની યુવતીએએ ત્રણ વર્ષના બાળકની હત્યા કરી દાટી દીધો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, શહેર કોટડામાં રહેતી પરિણીતાને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમ સંબંધમાં બાળકને લઇ કંકાસ થતા માતાએ બાળકની હત્યા કરી નાંખી હતી. બાળકની હત્યા કરી નાંખી હતી. આ પછી માતા અને પ્રેમીએ સાથે મળી પાલનપુરમાં દાટી દીધો હતી.
શહેર કોટડા પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરી લીધી છે. હત્યારી માતા અને પ્રેમીએ 8મી ઓગસ્ટના રોજ પાલનપુર જઇ બાળકને દાટી દીધો હતો. શહેર કોટડા પોલીસ અને મેજિસ્ટ્રેટ સમક્ષ ખાડો ખોદી બાળક શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.