શોધખોળ કરો

Banaskantha : મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, પિતા-પુત્રના મોતથી અરેરાટી

અકસ્માતમાં બાઈક સવાર  પિતા-પુત્રનું ઘટના સ્થળે મોત થયું હતું. વડગામ(Vadgam) પેપોળ રોડ પર અકસ્માત સર્જાયો હતો. વડગામ પોલીસ (Vadgam Police)એ ઘટના સ્થળે પહોંચી લાશને પી એમ માટે વડગામ સીએચસીમાં મોકલી આપી છે. બાઈક સવાર પિતા પુત્ર વડગામના રહેવાસી છે. 

વડગામઃ બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં કાર અને બાઈક વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર  પિતા-પુત્રનું ઘટના સ્થળે મોત થયું હતું. વડગામ(Vadgam) પેપોળ રોડ પર અકસ્માત સર્જાયો હતો. વડગામ પોલીસ (Vadgam Police)એ ઘટના સ્થળે પહોંચી લાશને પી એમ માટે વડગામ સીએચસીમાં મોકલી આપી છે. બાઈક સવાર પિતા પુત્ર વડગામના રહેવાસી છે. 

અન્ય એક અકસ્માતમાં દાહોદ (Dahod)માં બાઇક ચાલક વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. પાટિયા ગામથી  એક બાઇક પર ચાર લોકો દાહોદ આવતા હતા. રાત્રી દરમિયાન નગરાળા નજીક રસ્તા વચ્ચે પડેલ વૃક્ષ સાથે બાઇક અથડાઈ હતી. બાઇક અથડાતા ચારમાંથી એક યુવકનું મોત થયું હતું. જ્યારે 3 ઘાયલ થયા હતા. ઘાયલોને 108 થી સારવાર માટે ખસેડાયા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો છે. 

ઓલપાડથી કીમ જતા માર્ગ પર અકસ્માત (Car Accident)ની ઘટના બની હતી. ટકારમાં પાટિયા નજીક  કાર પલટી મારીને માઇનોર કેનાલમાં ખાબકી હતી. કાર ચાલક અને 3 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. કારમાં સવાર અન્ય 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. તમામ લોકો સુરતના કતારગામના રહેવાસી છે. કીમ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયા છે. 

Surat: ફિલ્મી સ્ટાઇલમાં હત્યાની ઘટનાથી ખળભળાટ, યુવતીના પ્રેમમાં યુવક હતો પાગલ

સુરત(Surat)ના ઉધના રેલવે વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં હત્યાનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરિણતાના પ્રેમમાં પાગલ પ્રેમીની હત્યા કરી નાંખી છે. બે  મિત્રે બાઈક પર અપહરણ(Kidnap) કરી રેલેવ ટ્રેક પર લઈ જઈ હત્યા કરી નાંખી હતી. તેમજ હત્યા બાદ લાશને જમીનમાં ખાડો ખોદી દાંટી દીધી હતી. 

જોકે, લાશ દાટવાની બાતમી મળતા રેલવે પોલીસે(Surat railway police)  ખાડો ખોદી લાશ કાઢી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ખોડો ખોદતા સળગાવેલી હાલતમાં લાશ મળી આવી છે. બોડી ડિકમ્પોઝ થઈ ગયેલી છે, જેથી ઓળખવી મુશ્કેલ છે. ઓળખ માટે લાશનો DNA રિપોર્ટ કરાવવો પડશે. જોકે, પોલીસે ડિંડોલીનો અશોક મોરે ગુમ હતો, એની લાશ હોઇ શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. 

પોલીસ તપાસમાં સીસીટીવીમાં બાઇક પર બે મિત્રો સાથે યુવક સીસીટીવીમાં દેખાતો હોવાથી પોલીસે આ આશંકા વ્યક્ત કરી છે. જોકે, પોલીસ તપાસ પછી વધુ માહિતી સામે આવશે. 

Mehsana : પ્રેમપ્રકરણમાં યુવકની છરીના ઘા મારીને બે યુવકોએ કરી નાંખી હત્યા, કોણ છે હત્યારા?

મહેસાણાઃ જોટાણાના કટોસણમાં યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાંખ્યો છે અને હત્યા કરનાર બે આરોપીઓને પણ પોલીસે ઝડપી લીધાં છે. હત્યા કર્યા બાદ ભાગવા જતા જોટાણા રોડ પરથી એસઓજી પોલીસે ઝડપી લીધાં છે. પ્રેમસંબંધમાં યુવાનને   છરીના ઘા મારી હત્યા કરી હતી. શુક્રવારે હત્યા કરવામાં આવી હતી.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગત શુક્રવારે સાંજે જોટાણા તાલુકાના કટોસણ (ધનપુરા) ગામના  અજિત(ઉ.વ.૧૮)ની શુક્રવારે સાંજે બે શખ્સોએ ગળા ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી હતી. પ્રેમ સબંધની અદાવતમાં હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. મહેસાણા SOGને ખાનગી માહિતી મળી હતી કે, કટોસણમાં યુવકની હત્યા કરી ફરાર થયેલા બે આરોપી ખાનગી વાહનમાં કટોસણથી જોટાણા થઈને મહેસાણા તરફ જઈ રહ્યા છે.

આ માહિતીને આધારે પોલીસે કટોસણથી જોટાણા તરફ જતા રસ્તાઓ પર કોર્ડન કર્યું હતું અને બંને આરોપી ઝાલા મહાવીરસિંહ ઉર્ફે અનુભા છનુભા અને બીજો આરોપી ઝાલા અજયસિંહ પ્રવીણસિંહ બચુભાને ઝડપી પાડ્યા હતા. અજીતસિંહ સંજુભા ઝાલાને ગામના જ બે શખ્સોએ શુક્રવાર સાંજે વિરસોડા રોડ ઉપર રેલવે ફાટક પાસેના મેદાનમાં લઈ જઈ ગળા ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. 

હત્યા બાદ યુવકનો મોબાઇલ લૂંટી બંને ફરાર થઇ ગયા હતા. મૃતકની લાશનું જોટાણા સરકારી દવાખાનામાં પીએમ કરાવી પરિવારને સોંપવામાં આવી હતી. આ સમગ્ર મામલે મહેસાણા SOG પોલોસે બે આરોપીઓને ઝપડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget