![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Banaskantha : યુવકે વીડિયો બનાવી કરી લીધો આપઘાત, પત્નીને અન્ય યુવકો સાથે સંબંધ હોવાનો કર્યો દાવો
સૂસાઇડ કરનાર યુવકે સૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, ગત 13મી એપ્રિલે પત્ની રાત્રે કોઈની સાથે ફોન પર વાત કરતી હતી. આથી મેં કહ્યું કે, તું કોની સાથે વાત કરે છે. તો તેણે કહ્યું કોઈની સાથે નથી.
![Banaskantha : યુવકે વીડિયો બનાવી કરી લીધો આપઘાત, પત્નીને અન્ય યુવકો સાથે સંબંધ હોવાનો કર્યો દાવો Banaskantha Suicide : A married man suicide in hospital, allegations of wife affair Banaskantha : યુવકે વીડિયો બનાવી કરી લીધો આપઘાત, પત્નીને અન્ય યુવકો સાથે સંબંધ હોવાનો કર્યો દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/7166fbc18474d3246caf8648b8dd5931_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
થરાદઃ થરાદની કલાપી હોટલમાં પરિણીત યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા પહેલા યુવકે સૂસાઇડ નોટ લખી હતી તેમજ આત્મહત્યા પહેલા એક વીડિયો પણ વાયરલ કર્યો છે. આ બંનેમાં તેણે પત્નીના અન્ય યુવકો સાથે આડાસંબંધ હોવાનો ખુલાસો કર્યો છે.
પોતાની પત્નીને અન્ય વ્યક્તિઓ સાથે સંબંધ હોઈ કરી આત્મહત્યા હોવાનું જણાવ્યું છે. થરાદ પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સૂસાઇડ કરનાર યુવકે સૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, ગત 13મી એપ્રિલે પત્ની રાત્રે કોઈની સાથે ફોન પર વાત કરતી હતી. આથી મેં કહ્યું કે, તું કોની સાથે વાત કરે છે. તો તેણે કહ્યું કોઈની સાથે નથી. સૂસાઇડ નોટમાં યુવકે લખ્યું છે કે, તેણે પત્નીને કહ્યું કે, તું કાયમ રાતે 1થી 5 વાગ્યા સુધી વાત કરે છે. તેમાં તેણે ધડાકો કર્યો છે કે મને ખબર પડી ગઈ હતી. આમ છતાં મેં તેને પૂછ્યું હતું. યુવકે લખ્યું છે કે, પત્ની બે યુવકો સાથે વાત કરતી હતી.
આ અંગે તેણે પોતાના માતા-પિતા સાથે પણ વાત કરી હતી. જોકે, મમ્મીએ કીધું, આ વાત ખોટી છે. આ છોકરી તો સારી છે. પછી મારો ફોન લઈ લીધો ને કીધું ફોન નહીં આપીએ. તેણે એમ પણ લખ્યું છે કે, મારા લગ્ન બરવાળા ગામાં થયા છે. જોકે, પત્ની બીજાને પ્રેમ કરતી હતી. આ અંગે મને ખબર હતી. મેં બધાને કીધું હતું, પરંતુ મારી વાત કોઈ સાંભળતા નહોતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)