Mehsana: યુવક યુવતીને કોલેજની લેબ રૂમમાં લઇ ગયો અને ગળે ટૂંપો આપી કરી દીધી હત્યા
મહેસાણાની વડસ્મામાં કોલેજમાં થયેલી વિદ્યાર્થીનીના મોત પર મોટો ખુલાસો થયો છે.

મહેસાણાની વડસ્મામાં કોલેજમાં થયેલી વિદ્યાર્થીનીના મોત પર મોટો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર, મહેસાણાની વડસ્મા કોલેજમાં થયેલી વિદ્યાર્થીનીના મોતને લઇને પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો. કોલેજની લેબ રૂમમાં જ ગળાટુંપો આપીને હત્યા કરાઇ હોવાનો ખુલાસો થયો હતો.
પોલીસે આ મામલે પ્રવિણ ગામિત નામના વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પ્રવિણ ગામિત મૃતક સાથે અભ્યાસ કરતો હતો. આરોપી પ્રવિણ ગામિતને રાઉન્ડ અપ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરીને લેબ રૂમમાં લઇ ગયો હતો અને તેનું ગળું દબાવી હત્યા કરી હતી.
વડસ્મા ગામની શ્રી સત્સંગી સાંકેતધામ રામ આશ્રમ ગૃપ ઇન્સ્ટીટયુટ કોલેજની રીસર્ચ લેબ નંબર ૨માં યુવતીની હત્યા કરી વિદ્યાર્થી યુવક ફરાર થયો હતો. મહેસાણા પોલીસે પ્રથમ અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પરંતુ બાદમાં યુવતીની હત્યા થયાનો ખુલાસો થયો હતો. મહેસાણામાં એક સપ્તાહમાં બે યુવતીની હત્યા કરવામાં આવી છે.
Hit & Run: મહેસાણામાં ફરી બની હિટ એન્ડ રનની ઘટના, બાઇક ચાલકનું મોત
Mehsana: મહેસાણામાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. ઉંઝાના ઉનાવા પાસે અજાણ્યાં વાહનની ટક્કરે બાઈક ચાલકનુ મોત થયું. ઉનાવા ગામના પાટિયા પાસે કોઈ વાહન ચાલક બાઇક ચાલકને ટક્કર મારી ફરાર થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. 19 વર્ષના યુવાનનું મોત થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ઓઢવામાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત
ઓઢવમાં ગઇકાલે રાત્રે યુવક પરિવાર માટે આઇસ્ક્રીમ લેવા માટે ગયો હતો જ્યાં પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે ટકકર મારતા સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું, આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોેંધી સીસીટીવી ફૂટેજ આધારે ફરાર કાર ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઓઢવ વિસ્તારમાં આંજણા ચોક ચામુંડાનગર પાસે ન્યું રામરાજ્ય નગરમાં રહેતા અનિલભાઇ મહારાજસિંહ કુશવાહ (ઉ.વ.૨૫) ગઇકાલે રાતે ૧૦ વાગે પરિવાર માટે આઇસ્ક્રીમ લેવા માટે જતા હતા આ સમયે ઓઢવ વિરાટનગર પામ હોટલ પાસે બાપા સીતારામ મઢુલી નજીક પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે યુવકના મોપેડને ટક્કર મારી હતી. જેથી યુવક રોડ ઉપર પટકાયો હતો અને રોડ ઉપર ઢસડાયો હતો જો કે અકસ્માત સર્જીને કાર લઇને આરોપી નાસી ગયો હતો. યુવકને ગંભીર હાલતમાં પ્રથમ શારદીબહેન હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.ે આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે





















