શોધખોળ કરો
Advertisement
ડીસાઃ બંગલામાં 2 યુવતીઓ યુવકો સાથે હતી શારીરિક સુખ માણવામાં વ્યસ્ત ને પોલીસ ત્રાટકી, જાણો શું શું મળી આવ્યું ?
ડીસા પોલીસને સાર ટાઉનશીપ સોસાયટી ભાગ-2માં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે બે ડમી ગ્રાહક મોકલ્યા હતા અને ડમી ગ્રાહકે કૂટણખાનાની જગ્યાએ પહોંચીને ઇશારો કરતાં જ પોલીસે દરોડા પાડ્યા હતા.
ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં એક જ મહિનામાં બીજું કૂટણખાનું ઝડપાયું છે. ડીસા પોલીસે કૂટણખાના પર રેડ કરી બે મહિલા સહિત પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે સ્થળ પરથી કોન્ડોમ, એચઆઇવી કીટ સહિત 20 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ડીસા પોલીસને સાર ટાઉનશીપ સોસાયટી ભાગ-2માં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે બે ડમી ગ્રાહક મોકલ્યા હતા અને ડમી ગ્રાહકે કૂટણખાનાની જગ્યાએ પહોંચીને ઇશારો કરતાં જ પોલીસે દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન બે યુવતીઓ અને ત્રણ યુવકો રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
પોલીસે દેહ વ્યાપારનો ધંધો કરતી બે મહિલાઓ સહિત કુલ પાંચ લોકોની અટકાયત કરી છે. પાંચેય આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેંશન એકટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ દરોડામાં પોલીસે પૂજા ટિકચંદ શ્રીમાળી, અશોક ચમનભાઈ, શંકર પુરાભાઈ ચૌધરી, અલ્પેશ રુઘનાથભાઈ દેલવાડિયા અને મહેશ સોનારામ પુરોહિતની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion