શોધખોળ કરો

સીએમ અરવિંદ કેજરીવાલની તિરંગાયાત્રા બાદ વિવાદ, આ મામલે દાખલ થઈ પોલીસ ફરિયાદ

દિલ્હીના સીએમ કેજરીવાલ સોમવારે ગુજરાત પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે મહેસાણા ખાતે તિરંગા યાત્રામાં હાજરી આરી હતી. જો કે હવે તિરંગા યાત્રા પૂર્વે તિરંગાનું અપમાન થયું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે

મહેસાણા: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાત પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે મહેસાણા ખાતે તિરંગા યાત્રામાં હાજરી આરી હતી. જો કે હવે તિરંગા યાત્રા પૂર્વે તિરંગાનું અપમાન થયું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અજાણ્યા શખ્સ દ્વારા યાત્રાના રૂટમાં તિરંગા લગાવવા જતા અપમાન કરાયું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. તિરંગાને નીચે પગમાં મૂકી યાત્રાના રૂટ પર તિરંગા લગાવતા અપમાન કરવામાં આવ્યું. રાષ્ટ્રધ્વજ અને આપના ઝંડાનું વિતરણ આયોજક દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન અજાણ્યા શખ્સ વિરુદ્ધ રાષ્ટ્રધ્વજનુ અપમાન કરવાની ફરિયાદ નોંધાઈ છે. ભારતીય રાષ્ટ્રધ્વજ ધારા 2002 અન્વયે રાષ્ટ્રીય સન્માન પરત્વેના અપમાનનો કાયદો 1971ની કલમ 2 મુજબ ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણામાં અરવિંદ કેજરીવાલે કર્યા સી આર પાટીલ પર પ્રહાર, કહ્યું “મારું નામ લેવાની પણ હિંમત નથી”

Arvind Kejriwal on CR Patil : મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રાના સમાપન સમારોહમાં દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેરસભા સંબોધી જેમાં ભારતીય જનતા પાર્ટી, ગુજરાત સરકાર અને સી.આર.પાટીલ પર પ્રહારો કર્યા. 

“મારું નામ લેવાની પણ હિંમત નથી” - અરવિંદ કેજરીવાલ
સી.આર.પાટીલ અને અરવિંદ કેજરીવાળ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વાક્યુદ્ધ ચાલે છે. સી.આર.પાટીલે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મહાઠગ અભિયાન શરૂ કર્યું હતું. ત્યાબાદ ઘણી વખત સી.આર.પાટીલે અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર ઠગ અને મહાઠગ કહયા હતા.  આ અંગે સી.આર પાટીલ પર પ્રહાર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે સી.આર.પાટીલમાં મારું નામ લેવાની હિંમત નથી. સી.આર.પાટીલ મારું નામ લીધા વગર મને મહાઠગ કહે છે. મહાઠગ હું નથી પણ સી.આર.પાટીલ પોતે છે. 

ગુજરાતના અસલી મુખ્યમંત્રી સી આર પાટીલ 
આ સાથે અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નથી, પણ અસલી મુખ્યમંત્રી સી.આર.પાટીલ લ જ છે. આ અગાઉ પણ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સી.આર.પાટીલ ગુજરાતની સરકાર ચલાવે છે. 

ભાજપવાળા ગુંડાગીરી કર છે, મીડિયાને ધમકી આપે છે 
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપવાળા ગુંડાગીરી કરે છે અને મીડિયાને ધમકી આપે છે. ભાજપ વાળા મીડિયાને ધમકી આપે છે કે તેમ આમ આદમી પાર્ટીના નેતાઓને ડિબેટમાં ન બોલાવો. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ વાળા શરૂ ડિબેટમાં મીડિયા વાળાને ફોન કરે છે અને કહે છે કે આમ આદમી પાર્ટીના પ્રવક્તાને હટાવો. તેમણે કહ્યું કે ભાજપના લોકો મીડિયાવાળાને ધમકાવે છે, પણ હિંમત હોય તો અરવિંદ કેજરીવાલને ધમકાવો. 

ભાજપની એક જ દવા,  આમ આદમી પાર્ટી
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાત બદલાવ લાવવા માંગે છે.ગુજરાત ભાજપ અને તેની બહેન કોંગ્રેસથી  પરેશાન છે. ગુજરાતનાલોકો ડરેલા છે.ભાજપની એક જ દવા છે અને એ છે આમ આદમી પાર્ટી.
ભાજપ આપથી જ ડરે છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં વિજળી ફ્રી છે, જો અમારી સરકાર આવશે તો ગુજરાતમાં પણ ફ્રી વીજળી કરીશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget