શોધખોળ કરો
Advertisement
કોરોનાનું સંક્રમણ વધતાં ઉત્તર ગુજરાતનું કયું શહેર આજથી ચાર દિવસ સુધી રહેશે સજ્જડ બંધ?
કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે તલોદ શહેર આજથી ચાર દિવસ માટે સજ્જડ બંધ રહેશે. વેપારી એસોસિએશન અને પાલિકાની બેઠકમાં વેપારીઓએ સ્વંયભુ સજ્જડ બંધ પાળવાનો નિર્ણય કર્યો હતો.
હિંમતનગરઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, કેટલાક શહેરો દ્વારા સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં વધુ એક શહેર દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે તલોદ શહેર આજથી ચાર દિવસ માટે સજ્જડ બંધ રહેશે. વેપારી એસોસિએશન અને પાલિકાની બેઠકમાં વેપારીઓએ સ્વંયભુ સજ્જડ બંધ પાળવાનો નિર્ણય કર્યો હતો. 26 તારીખ ગુરુવારથી 29 તારીખ રવિવાર સુધી ચાર દિવસ તલોદ શહેર સજ્જડ બંધ રહેશે.
આ નિર્ણયને પગલે તલોદ આજથી સજ્જડ બંધ જોવા મળ્યું હતું. એપીએમસી માર્કેટયાર્ડ સહિત તમામ ધંધા રોજગાર સ્વંયભુ બંધ છે. માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
શિક્ષણ
ગુજરાત
શિક્ષણ
Advertisement