શોધખોળ કરો

હું મારા પત્નીથી છુપાઈ છુપાઈ પાટણ આવ્યું છું, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેમ આપ્યું આવું નિવેદન?

પાટણમાં આવીએ તો પટોળું લીધા વિના ના જઈ શકીએ. હું મારા પત્નીથી છુપાઈ છુપાઈ પાટણ આવ્યો છું. પત્નીને ખબર પડે તો મારે પણ પટોળું લઈ જવું પડે. હર્ષ સંઘવીએ સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

પાટણઃ  સિદ્ધપુર ખાતે માતૃવંદના મહોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે અહીં કહ્યું કે, પાટણમાં આવીએ તો પટોળું લીધા વિના ના જઈ શકીએ. હું મારા પત્નીથી છુપાઈ છુપાઈ પાટણ આવ્યો છું. પત્નીને ખબર પડે તો મારે પણ પટોળું લઈ જવું પડે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

તેમણે કહ્યું હતું કે, પાટણની વિશેષતાઓ છે તે ખાલી પટોળાથી અટકાતી નથી. આપણે જાણીએ છીએ કે વર્ષોથી રાણકી વાવ આટલી જ સારી છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ વડાપ્રધાન મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ પાટણ જિલ્લાના માતૃ તર્પણના એક માત્ર સ્થળ તથા રણકી વાવ અને પાટણના પટોળાને ઉજાગર કરવા જે પ્રયત્ન કર્યો તે આજે સફળ રહેવા પામ્યો છે અને આજે વિશ્વ ફલક પર લોકો તેને ઓળખતા થયા છે.

આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. માતૃવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહમંત્રીએ માતૃ તર્પણ સ્થળ, વિશ્વ પ્રસિદ્ધ રણકી વાવ અને પાટણના પટોળાને યાદ કર્યા હતા.

સુરત: ખટોદરા વેસુ વિસ્તારમાં કોલેજીયન યુવતીના શંકાસ્પદ મોતના મામલે મૃતક યુવતીના પિતા સુશાંત શાહુએ CBI અથવા ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવા માંગ કરી છે. પિતાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, 24 કલાક થઈ ગયા હજી યુવક પકડાયો નથી, જ્યાં સુધી યુવકની ધરપકડ ન થાય ત્યાં સુધી અંતિમ વિધિ માટે મૃતદેહ નહિં સ્વીકારીએ તેવું પિતાએ જણાવ્યું. પરિવારજનોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગુહાર લગાવી છે. વિધર્મીની ધરપકડ કરાવી ન્યાય અપાવવા માંગ કરી છે.

પિતા સુશાંત શાહુએ ગૃહમંત્રીને અપીલ કરી વિધર્મીની ધરપકડ કરો. નોંધનીય છે કે, કોફી શોપમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવતાં સિવિલ લવાયાં હતાં. અહીં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જોકે, સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી નાસી ગયો હતો. મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની છે. ઓડિશાવાસી પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ ઘટના સોમવારની મોડી સાંજની હતી.108 એમ્બ્યુલન્સમાં બે વિદ્યાર્થી-વિદ્યાર્થિને સારવાર માટે લવાયા હતા.

તપાસ કરતાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. મૃતક યુવતી બીએડના પ્રથમ વર્ષમાં જ હતી. સોમવારે સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી. સાંજે 6 વાગ્યા સુધી પરત ન આવતાં પરિવાર ચિંતિત હતો. ફોન કરતાં મધુસ્મિતાનો ફોન બંધ આવતાં પરિવાર શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સોમવારે રાત્રે 12:30 વાગે NGO અને પોલીસે યુવતીનું મોત થયું હોવાનું પરિવારને જાણ કરી હતી. તેમજ યુવતીની કોલેજ બેગ અને મોપેડ આપી હતી. પરિવારનો આક્ષેપ છે કે, કોલેજમાં સાથે અભ્યાસ કરતો મદની નામનો વિધર્મી વિદ્યાર્થી બીએના છેલ્લા વર્ષમાં યુવતીને મેસેજ કરી હેરાન પણ કરતો હતો. બીજી તરફ કોફી શોપના સંચાલકે જણાવ્યું હતું કે, બે કલાકથી એકની એક જગ્યા પર બેસેલા જોઈ શંકા જતાં તપાસ કરતાં બંને બેભાન હતા. તાત્કાલિક 108ને બોલાવી સિવિલ મોકલ્યા હતા. ઓડિશા પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget