શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Hit & Run: મહેસાણામાં ફરી બની હિટ એન્ડ રનની ઘટના, બાઇક ચાલકનું મોત

ઉનાવા ગામના પાટિયા પાસે કોઈ વાહન ચાલક બાઇક ચાલકને ટક્કર મારી ફરાર થયો હતો.

Mehsana: મહેસાણામાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. ઉંઝાના ઉનાવા પાસે અજાણ્યાં વાહનની ટક્કરે બાઈક ચાલકનુ મોત થયું. ઉનાવા ગામના પાટિયા પાસે કોઈ વાહન ચાલક બાઇક ચાલકને ટક્કર મારી ફરાર થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. 19 વર્ષના યુવાનનું મોત થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ઓઢવામાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત

ઓઢવમાં ગઇકાલે રાત્રે યુવક પરિવાર માટે આઇસ્ક્રીમ લેવા માટે ગયો હતો જ્યાં પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે ટકકર મારતા સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું, આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોેંધી સીસીટીવી ફૂટેજ આધારે ફરાર કાર ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઓઢવ વિસ્તારમાં આંજણા ચોક ચામુંડાનગર પાસે  ન્યું રામરાજ્ય નગરમાં રહેતા અનિલભાઇ મહારાજસિંહ કુશવાહ (ઉ.વ.૨૫) ગઇકાલે રાતે ૧૦ વાગે પરિવાર માટે આઇસ્ક્રીમ લેવા માટે જતા હતા આ સમયે ઓઢવ વિરાટનગર પામ હોટલ પાસે બાપા સીતારામ મઢુલી નજીક પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે યુવકના મોપેડને ટક્કર મારી હતી. જેથી યુવક રોડ ઉપર પટકાયો હતો અને રોડ ઉપર ઢસડાયો હતો જો કે અકસ્માત સર્જીને કાર લઇને આરોપી નાસી ગયો હતો. યુવકને ગંભીર હાલતમાં પ્રથમ શારદીબહેન હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.ે આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠામાં બાળકીનું મોત

બનાસકાંઠામાં થોડા દિવસ પહેલા હિટ એન્ડની ઘટના સામે આવી હતી. કાંકરેજના થરામા હિટ એન્ડ રનની ઘટનામાં બાળકીનું મોત નિપજ્યું હતું. થરા નજીક ચાલતી જઈ રહેલી બાળકીને કાર ચાલકે અડફેટે લીધી હતી. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. અંદાજીત 10 વર્ષની બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. સ્થાનિક લોકોએ અકસ્માત સર્જનાર કાર ચાલકને રોકવાની કોશિશ કરવા છતા કાર ચાલક ફરાર થઈ ગયો હતો. થરા પોલીસે હિટ એન્ડ રનની ઘટના મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ

માવઠાથી મુક્તિની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાના સમાચાર, હજુ તો વરસાદનું જોર વધવાની આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ

Embed widget