શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મહેસાણાઃપોલીસ સ્ટેશનમાં Tiktok વીડિયો બનાવનાર યુવતી કોણ છે ? જાણો વિગત
પોલીસ સ્ટેશનમાં ટીકટોક પર વીડિયો બનાવી વાયરલ કરનારી લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચાલુ ફરજ દરમિયાન યુનિફોર્મ ન પહેરવા તથા ચાલુ ફરજ દરમિયાન મોબાઇલ ફોનનો બિનજરૂરી ઉપયોગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
![મહેસાણાઃપોલીસ સ્ટેશનમાં Tiktok વીડિયો બનાવનાર યુવતી કોણ છે ? જાણો વિગત Mehsana Know about woman cop dances on tiktok video in police station મહેસાણાઃપોલીસ સ્ટેશનમાં Tiktok વીડિયો બનાવનાર યુવતી કોણ છે ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/25084238/mehsana-tiktok-video2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહેસાણાઃ પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવી વાયરલ કરનારી લાંઘણજની મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લા પોલીસ વડાએ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને શિસ્તનું પાલન અને નૈતિકતાના મુદ્દે સસ્પેન્ડ કર્યા હતા. નોંધનીય છે કે વીડિયો એપ ટીકટોક પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતી જોવા મળી રહી હતી.
મળતી જાણકારી અનુસાર પોલીસ સ્ટેશનમાં ટીકટોક પર વીડિયો બનાવી વાયરલ કરનારી લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચાલુ ફરજ દરમિયાન યુનિફોર્મ ન પહેરવા તથા ચાલુ ફરજ દરમિયાન મોબાઇલ ફોનનો બિનજરૂરી ઉપયોગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
ટીકટોક વીડિયોના કારણે સસ્પેન્ડ થનાર મહિલા કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ હોવાનું જાણવા મળે છે. તેના ફેસબુક એકાઉન્ટમાં તેમના અનેક પિક્ચર્સ અને વીડિયો જોવા મળે છે. મહિલા કોન્સ્ટેબલ પેટ્સના પણ શોખીન હોય તેવું જાણવા મળી રહ્યું છે, તેમણે પોલીસ ડોગ સાથેની અનેક તસવીરો ફેસબુકમાં મૂકી છે. તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં હેરસ્ટાઇલથી લઈને ટ્રેન્ડી ડ્રેસિસ અને સેલ્ફીઓની વણઝાર જોવા મળે છે.
નોંધનીય છે કે પોલીસ સ્ટેશનમાં એક યુવતી ડાન્સ કરતી હોવાનો ટીકટોક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં યુવતી પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતી જોવા મળી રહી હતી. એવી પણ ચર્ચા હતી કે વીડિયોમાં દેખાતી યુવતી લાંઘણજની છે. મહેસાણાના Dysp મંજીતા વણઝારાએ નિવેદન આપ્યું હતું કે આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
![મહેસાણાઃપોલીસ સ્ટેશનમાં Tiktok વીડિયો બનાવનાર યુવતી કોણ છે ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/25084317/mehsana-tiktok-video3-300x178.jpg)
![મહેસાણાઃપોલીસ સ્ટેશનમાં Tiktok વીડિયો બનાવનાર યુવતી કોણ છે ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/25084333/mehsana-tiktok-video1-300x197.jpg)
![મહેસાણાઃપોલીસ સ્ટેશનમાં Tiktok વીડિયો બનાવનાર યુવતી કોણ છે ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/25031520/b-16-300x187.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)