Mehsana : સગીરાને કારમાં બેસાડી યુવક લઈ ગયો ખેતરમાં, પરાણે માણ્યું શરીરસુખ ને પછી....
અઢી મહિના પહેલા ગામનો જ યુવક સગીરાને સવારે 6 વાગ્યે ભોળવીને કારમાાં બેસાડી તળેટી ગામની સીમમાં લઈ ગયો હતો. અહીં સગીરાને લલચાવી-ફોસલાવી યુવકે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેમજ હવસ સંતોષ્યા પછી કોઈને આ અંગે વાત કરશે, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
મહેસાણાઃ મહેસાણા તાલુકાની એક સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે. અઢી મહિના પહેલા સવારે 6 વાગ્યે સગીરા પર બળાત્કાર ગુજારાયો હતો. જોકે, પિતાને કોરોના હોવાથી અને દીકરી પણ બીમાર પડી ગઈ હોવાથી અત્યારે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, અઢી મહિના પહેલા ગામનો જ યુવક સગીરાને સવારે 6 વાગ્યે ભોળવીને કારમાાં બેસાડી તળેટી ગામની સીમમાં લઈ ગયો હતો. અહીં સગીરાને લલચાવી-ફોસલાવી યુવકે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેમજ હવસ સંતોષ્યા પછી કોઈને આ અંગે વાત કરશે, તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ ઘટના બની ત્યારે સગીરાના પિતાને કોરોનાની સારવાર ચાલું હોવાથી તેમ જ ભોગ બનનાર સગીરા પણ બીમાર પડી ગઈ હોવાથી ફરિયાદ નોંધાવી શકાઇ નહોતી. સગીરા સ્વસ્થ થતાં શનિવારે આરોપી સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે યુવક સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Patan : યુવતીને ગામના પુરૂષ સાથે બંધાયા શરીર સંબંધ, બંને ખેતરમાં માણતાં શરીર સુખ, 3 મહિના પહેલાં યુવતીનો પતિ થયો ગુમ ને.........
પાટણઃ ચાણસ્માના મીઠી ઘારિયાલ ગામે ગુમ થયેલા પતિનો હત્યાનો ભેદ ઉકેલાયો છે. પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશને ખેતરમાં દફનાવી દીધી હતી. ત્રણ મહિના બાદ લાશને બહાર નિકાળી પોલીસે હત્યા કરનાર પત્ની અને પ્રેમીની ધરપકડ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, મીઠી ઘારિયાલની પરિણીત યુવતીને ગામના જ અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હતા. બંને પતિની જાણ બહાર મળતા હતા અને ખેતરમાં રંગરેલિયા મનાવતા હતા. જોકે, બંનેના પ્રેમસંબંધમાં પતિ આડખીલી હતો.
આથી પત્ની અને પ્રેમીએ સાથે મળીને પતિની હત્યા કરી નાંખી હતી. તેમજ લાશ ખેતરમાં જ દફન કરી દીધી હતી. આ પછી ખૂદ પત્નીએ જ બીજા દિવસે પતિ ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસને પતિ ગુમ થવાના કેસમાં પત્ની પર જ શંકા જતા તેમણે તપાસ કરતાં યુવતીના આડાસંબંધનો ખુલાસો થયો હતો. બંનેની અટકાયત કરી પૂછપરછ કરતાં તેમણે જ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આ પછી ખેતરમાંથી પોલીસે લાશ બહાર કાડી હતી અને બંનેની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.