મહેસાણાઃ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને રેશ્મા પટેલને કોર્ટે ફટકારી ત્રણ મહિનાની જેલની સજા, જાણો શું હતો કેસ?
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને એનસીપી નેતા રેશ્મા પટેલને મહેસાણાની કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી
મહેસાણા: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને એનસીપી નેતા રેશ્મા પટેલને મહેસાણાની કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી. સાથે કોર્ટે એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. રેશ્મા પટેલ અને મેવાણી સહિત 12 આરોપીઓને કોર્ટે સજા ફટકારી હતી. 2017માં આઝાદી કૂચની રેલી સંદર્ભે મહેસાણા કોર્ટે સજા ફટકારી હતી. મંજૂરી વિના આઝાદી કૂચની રેલી યોજવામાં આવી હતી.
આ મામલે NCP નેતા રેશ્મા પટેલે જણાવ્યું કે અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ પરંતુ બીજેપીના રાજમાં જનતા માટે ન્યાય માંગવો પણ ગુનો છે. બીજેપી કાયદાનો ખોટો ડર બતાવી અમારો અવાજ દબાવી નહી શકે. અમે જનતાના ન્યાય માટે હંમેશા લડતા રહીશું.
ગ્રીષ્મા હત્યા કેસઃ આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે ફટકારી ફાંસીની સજા
ગ્રીષ્મા વેકારીયા હત્યા કેસ મામલે આજે કોર્ટ દ્વારા આરોપીને સજા ફટકારવામાં આવી છે. દોષિત ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જજશ્રી કોર્ટમાં આવ્યા આવ્યા પછી તેમણે સંસ્કૃત શ્લોકનું પઠન કર્યું હતું. કોર્ટમાં સરકારી વકીલ, ગ્રીષ્માનો પરિવાર, અને આરોપી ફેનીલ હાજર છે. આરોપી ફેનીલને કઠેલામાં ઉભો રખાયો છે. જજ વિમલ કે. વ્યાસ અત્યારે ચુકાદો વાંચી રહ્યા છે. જજે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો.
આજે ચુકાદો આવવાનો હોવાથી કોર્ટ પરિસર પોલીસ છાવણી માં ફેરવાયું હતું. આરોપી ફેનીલને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આરોપી ફેનીલ હસતો હસતો કોર્ટમાં આવ્યો. આજે સજા નું એલાન હોવા છતાં કોઈ ચહેરા પર ગમ નહિ.
ગત સુનાવણીમાં સજા બાબતે આજની બંને વકીલોની દલીલો પૂર્ણ થઈ હતી. જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી. આરોપી ફેનીલને વધુમાં વધુ સજા થાય તે માટે દલીલો કરી હતી. તો બીજી તરફ સરકારી વકીલ દલીલ કરતા ગળગળા થઈ ગયા હતા. આ ઉપરાંત ગ્રીષ્માના પરિવારના સભ્યો પણ કોર્ટ રૂમમાં રડી પડ્યા હતા. સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, જો આરોપી ફેનીલને કડક સજા નહીં કરવામાં આવે તો કોઈ સ્ત્રી સલામત નહીં રહી શકે. ભય વગર પ્રીત ન બંધાય, ભય વગર કાયદાનો ડર નહીં રહે.
સુરતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. પરિવારે ફાંસીની સજાની માંગ કરી હતી. ફેનિલને 302 સહિતની અલગ અલગ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. સુરત કોર્ટના જજ વિમલ વ્યાસે ફેનિલને દોષિત જાહેર કર્યો છે.