શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ આવ્યા સામે, કેસોની સંખ્યા ગમે ત્યારે થઇ શકે છે 100ને પાર
હવે મહેસાણા જિલ્લામાં આજે વધુ ચાર કેસ આવતાં કેસોની સંખ્યા 99 ઉપર પહોંચી ગઈ છે. તેમજ ગમે ત્યારે આંકડો 100ને પાર થઈ શકે છે.
![ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ આવ્યા સામે, કેસોની સંખ્યા ગમે ત્યારે થઇ શકે છે 100ને પાર More 4 cases of covid-19 arrived in Mehsana, total 99 cases in district ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ આવ્યા સામે, કેસોની સંખ્યા ગમે ત્યારે થઇ શકે છે 100ને પાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/23152231/Mehsana.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ, સુરત અને વડોદરા પછી કેટલાક જિલ્લાઓમાં કોરોનાના કેસોની સંખ્યા 100ને પાર પહોંચી છે. ત્યારે હવે મહેસાણા જિલ્લામાં આજે વધુ ચાર કેસ આવતાં કેસોની સંખ્યા 99 ઉપર પહોંચી ગઈ છે. તેમજ ગમે ત્યારે આંકડો 100ને પાર થઈ શકે છે.
મહેસાણા જિલ્લામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 98 પેન્ડિંગ પરિણામ પૈકી 50ના પરિણામ મળ્યા છે. 50 પૈકી 46 નેગેટિવ અને 4 પોઝિટિવ આવ્યા છે. હજુ પણ 48 સેમ્પલના પરિણામ પેન્ડિંગ છે. આજે આવેલા કેસોની વાત કરીએ તો વિજાપુર તાલુકાના માઢી ગામના 26 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માઢી ગામનો યુવાન ટોરેન્ટ ફાર્મામાં નોકરી કરતો હતો.
બીજો કેસ વિજાપુરમાં આશ્રય સોસાયટીના 24 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આશ્રય સોસાયટીનો યુવાન પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હતો. આ ઉપરાંત કડીના કુંડાળ ગામની 60 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કડીના કુંડાળ ગામની મહિલાને બીપી તથા શ્વાસ લેવાની તકલીફ હતી. કુંડાળ ગામની મહિલા ખાનગી તબીબ ડોકટર જે.પી.ને ત્યાં સારવાર લેતી હતી.
ચોથો કેસ બલોલપરામાં રહેતા 60 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બલોલના 60 વર્ષીય વ્યક્તિની મુંબઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)