શોધખોળ કરો

Gujarat Election 2022: જાણો કઈ વિધાનસભા બેઠક માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માગી ટિકિટ

વિધાનસભા ચૂંટણી 2022: મહેસાણા વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયા આજે શરૂ થઈ હતી. સેન્સ પ્રક્રિયામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા. સેન્સ પ્રક્રિયામાં નીતિન પટેલે નિવેદન આપ્યું છે.

વિધાનસભા ચૂંટણી 2022: મહેસાણા વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયા આજે શરૂ થઈ હતી. સેન્સ પ્રક્રિયામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા. સેન્સ પ્રક્રિયામાં નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મેં મહેસાણા વિધાનસભામાં વિકાસના કામો કર્યા છે જેથી લોકોએ મને ઉમેદવાર બનાવવાની ઈચ્છા વ્યક્રત કરી છે. જેથી હું આજે વિધાનસભાની ટિકિટની માંગણી કરવા માટે આવ્યો છું. પક્ષ મને ટિકિટ આપશે તો હું મહેસાણા વિધાનસભાની ચૂંટણી લડીશ. તેમણે વધુમાં કહ્યું કે, દરેકને ટિકિટ માગવાનો હક છે. જેને પણ ટિકિટ આપશે તે ચૂંટણી લડશે. મે ટીકીટ માગી છે અને હું ચૂંટણી લડીશ. નીતિન પટેલ ઉપરાંત  નટુજી ઠાકોર, ગિરિશ રાજગોર, મનુભાઈ ચોકસીએ પણ ટિકિટ માગી છે. મહેસાણા વિધાનસભા સીટ પરથી 10 જેટલાં ઉમેદવારોએ ટિકિટ માગી છે.

ગોંડલ બેઠક પર બીજેપીની સેન્સ પ્રક્રિયા શરૂ

રાજકોટ જિલ્લાની સૌથી રસપ્રદ ગોંડલ બેઠક પર સેન્સ પ્રક્રિયામાં દાવેદારો પહોંચ્યા હતા. ભાજપનો ગઢ ગણાતી ગોંડલ બેઠક પર 2 ક્ષત્રિય આગેવાનો સામસામે આવી ચૂક્યા છે. જયરાજસિંહ જાડેજા જૂથ અને રીબડા જૂથ છે સામસામે છે. રીબડા જૂથ તરફથી રાજદીપ સિંહ જાડેજા, સહદેવ સિંહ જાડેજા, શશીકાંત રૈયાણી અને શ્વેતા પટેલએ દાવેદારી કરી છે. ગોંડલના સહકારી આગેવાન જયંતી ઢોલ રીબડા જૂથના સમર્થનમાં પહોંચ્યા હતા.

આ અવસરે જ્યંતી ઢોલએ કહ્યું, હું 40 વર્ષથી ભાજપમાં છું. પાર્ટી જેમને ટીકિટ આપશે તેમનું હું સમર્થન કરીશ. જયરાજસિંહ જૂથ તરફથી જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા. ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતા બા જાડેજા વર્તમાન ધારાસભ્ય છે. મોટી સંખ્યામાં ટેકેદારો સાથે જ્યોતિરાદિત્યસિંહ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા. ગોંડલ બેઠક પર મસગ્ર સૌરાષ્ટ્રના રાજકારણની નજર રહેલી છે. હાલમાં આ બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે.

આ બેઠક પર ભાજપના 48 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

વિધાનસભાની ચૂંટણી હવે આવી ગઈ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો શોધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં આજે બીજા દિવસે પણ ઉમેદવારોની પસંગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈ કાલે અબડાસા,માંડવી મુંદ્રા અને ગાંધીધામ આમ ત્રણ બેઠક ઉપર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મુરતિયાઓએ દાવેદારી નોંધાવી હતી. જ્યારે આજે બીજા દિવસે ભુજ બેઠક, અંજાર બેઠક અને રાપર બેઠક ઉપર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અંજાર બેઠક પર દિગ્ગજોએ દાવેદારી નોંધાવી

જેમાં સવારે ૧૦ વાગ્યાથી અંજાર બેઠક ઉપર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અંજાર બેઠક પર દિગ્ગજોએ દાવેદારી નોંધાવી છે. અંજાર બેઠક ઉપર પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહીર, અમુલના વાઇસ ચેરમેન વલમજી હુંબલ, ઉદ્યોગપતિ બાબુ હુંબલ તેમજ સામાજિક આગેવાન મહેશ સોરઠીયા પ્રબળ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. અંજાર બેઠક પર આહીર સમુદાયનું પ્રભુત્વ વધારે રહેલુ છે. બપોર બાદ ભુજ અને રાપર બેઠકના સેન્સ લેવામાં આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
Embed widget