શોધખોળ કરો
Advertisement
ડીસાઃ માસીના ઘરે આવેલી યુવતીનું અપહરણ કરી ગુજાર્યો બળાત્કાર, કેવી રીતે કરી કિડનેપ?
થરાદ તાલુકાની યુવતી ડીસા માસીના ઘરે આવી હતી. જ્યાંથી લાખણીના ટરુવના શખ્સે યુવતીને મોઢે દવાવાળો રૂમાલ સૂંઘાડી બેભાન કરી નાંખી હતી અને પછી અન્ય ત્રણ શખ્સોની મદદથી તેનું અપહરણ કરી દીધું હતું.
ડીસાઃ થરાદની યુવતીનું ડીસા સ્થિત માસીના ઘરેથી અપહરણ કરી બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. આ અંગે યુવતીએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી 3 શખ્સોને ઝડપી લીધા હતા. જેમને ગુરુવારે કોર્ટમાં રજૂ કરતાં તમામ આરોપીઓના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, થરાદ તાલુકાની યુવતી ડીસા માસીના ઘરે આવી હતી. જ્યાંથી લાખણીના ટરુવના શખ્સે યુવતીને મોઢે દવાવાળો રૂમાલ સૂંઘાડી બેભાન કરી નાંખી હતી અને પછી અન્ય ત્રણ શખ્સોની મદદથી તેનું અપહરણ કરી દીધું હતું. તેમજ તેને અપહરણ કરીને ઉંટવેલીયા ગામની સીમમાં લઈ ગયા હતા. અહીં એક શખ્સે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ અંગે યુવતીએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં ત્રણ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દુનિયા
Advertisement