શોધખોળ કરો

Gujarat Budget 2024: મહેસાણાને મહાનગરપાલિકા મળતા શું થશે ફાયદો? જાણો A To Z માહિતી

Gujarat Budget 2024: આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઇ દેસાઈ 2024-25 વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આ  બજેટમાં નાણામંત્રીએ રાજ્યની આઠ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરી હતી.

Gujarat Budget 2024: આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઇ દેસાઈ 2024-25 વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આ  બજેટમાં નાણામંત્રીએ રાજ્યની આઠ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરી હતી. રાજ્યની આઠ નગરપાલિકાઓને મહાનગર પાલિકામાં ફેરવવામાં આવશે. નવસારી, ગાંધીધામ, મોરબી,વાપી,આણંદ,મહેસાણા,સુરેન્દ્રનગર,વઢવાણને મહાનગરપાલિકા  બનાવાશે. તો આવો જાણીએ કે, નગરપાલિકાઓને મહાનગર પાલિકામાં ફેરવવાથી શું ફાયદો થશે.

મહેસાણાને મહાનગરપાલિકા મળતા શું થશે ફાયદો

  • 3,15,619 લાખ વસ્તી હાલમાં મહેસાણા શહેરની
  • 1,11,378 લાખ વસ્તી એડ થશે નવા 16 ગામની
  • 4,26,997 લાખ કુલ વસ્તી મહાનગરપાલિકામાં થશે 
  • નવા ગામોની વસ્તી ઉમેરાતા કુલ 4.26 લાખ વસ્તી થશે
  • હાલમાં પાલિકામાં 7.50 કરોડ ગ્રાન્ટ A ક્લાસ પાલિકાને મળે છે, જે હવે 30 થી 50 કરોડ મળશે
  • રોડ રી સરફેસ માટે 1 કરોડ ગ્રાન્ટ મળતી જે હવે 20 કરોડ ગ્રાન્ટ મળશે
  • શહેરનો વિકાસ આગળના 40 વર્ષને જોતા થશે 
  • મહેસાણા શહેરના 5 કિમી વિસ્તારમાં આવરી લેવાશે 
  • પાણી,ભૂગર્ભ ગટર અને રસ્તાના લાભ આ વિસ્તારને મળશે
  • ટાઉન પ્લાનિંગનો સુયોજિત વિકાસ થશે, નકશો બદલાશે, રસ્તાઓ પહોળા થશે 
  • 36 મીટર પહોળા રસ્તાઓ થશે
  • મહેકમ વધશે, ગ્રાન્ટ વધશે
  • પાલિકાનું નવું બિલ્ડિંગ મહાનગરપાલિકા માટે સર્કિટ હાઉસ નજીક સૂચિત જગ્યાએ બની શકે છે
  • કેટલીક મંજૂરીઓ સ્થાનિક લેવલે જ મળી જશે જેથી કામગીરી ઝડપી થશે

16 ગામો ઉમેરાશે
ફતેપુરા,રામોસણા, પાંચોટ, દેદીયાસણ, નુગર, પાલાવાસણા, શોભાસણ, હનુમંત હેડુવા, હનુમંત રાજગર, રામપુરા, કુકસ, લાખવડ, દેલા, ઉચરપી, તાવડિયા, તળેટી

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ `૧૨,૧૩૮ કરોડની જોગવાઇ
 
• ૧૫માં નાણાપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે `૨૬૦૦ કરોડ ઉપરાંતની જોગવાઈ. 
• ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણ માટે વારિગૃહોના વીજબીલના ચૂકવણા માટે `૯૭૪ કરોડની જોગવાઈ.
• નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત એકત્રિત થતા ઘન અને પ્રવાહી કચરાના કાયમી નિકાલ તેમજ જાહેર સ્થળોની સફાઇના કામો માટે `૩૦૦ કરોડની જોગવાઈ.
• આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવવા 
`૧૦ કરોડની જોગવાઇ.  

ગ્રામ વિકાસ માટે
 
• મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા `૧૩૦૯ કરોડની જોગવાઇ. 
• સૌને આવાસની પ્રતિબદ્ધતાના માનનીય વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે `૭૫૧ કરોડની જોગવાઇ.
• રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (આજીવિકા) અંતર્ગત અંદાજે ત્રણ લાખ સ્વસહાય જૂથોની રચના કરી ૩૦ લાખ પરિવારોને જોડવામાં આવેલ છે. આ યોજના માટે `૨૬૨ કરોડની જોગવાઇ.
• પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના ૨.૦ હેઠળ `૨૫૫ કરોડની જોગવાઇ.
• આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઉંચુ લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા `૧૬૪ કરોડની જોગવાઇ. 
• મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની ૫૦ હજાર મહિલાઓ લખપતિ બનવા સમર્થ બને તે માટે `૧૦૦ કરોડની જોગવાઇ.
• ગ્રામ વિકાસની યોજનાઓના સરળ અને સુચારૂ અમલીકરણ માટે હયાત મહેકમને વધુ સુદ્દઢ બનાવવા `૪૨ કરોડની જોગવાઇ.
• ઉદ્યોગોને અપાતા વેન્‍ચર કેપિટલના ધોરણે ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સોશિયલ એન્‍ટરપ્રાઇઝ ફંડ”ની રચના કરવામાં આવશે જે માટે આગામી ૫ વર્ષમાં `૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આગામી વર્ષ માટે `૧૦ કરોડની જોગવાઇ.
• સ્વસહાય જુથોની આવકમાં વધારો થાય તે માટે તંદુરસ્ત હરિફાઇને પ્રોત્સાહન આપવા Performance Linked Incentive યોજના માટે `૫ કરોડની જોગવાઇ.                                   

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget