(Source: ECI/ABP News/ABP Majha)
MP CM: મધ્યપ્રદેશની સુકાન સંભાળશે આ દિગ્ગજ નેતા? ગ્વાલિયરમાં લાગ્યા શુભેચ્છા પોસ્ટર
મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર રચવા જઈ રહી છે. જો કે મુખ્યમંત્રીના નામ પર હજુ સસ્પેન્સ યથાવત છે. ગ્વાલિયરમાં લાગેલા શુભેચ્છા પોસ્ટપ પરથી આ નેતાના નામ પર પણ અટકળો સેવાઇ રહી છે.
MP CM: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીત બાદ સીએમના નામ પર મંથન ચાલી રહ્યું છે. જેમાં અનેક દિગ્ગજ નેતાઓના નામો ચર્ચાઈ રહ્યા છે. નરેન્દ્ર સિંહ તોમરના સમર્થકોએ ગ્વાલિયરમાં શુભેચ્છાના પોસ્ટર પણ લગાવ્યા છે.
મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટી જીત મળી છે. જે બાદ દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ હશે તે અંગે મંથન પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ ગ્વાલિયરમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના મોટા પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેના પર તેમને 'બોસ' પણ લખવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. એક જ સવાલ છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ હશે? શું શિવરાજ સિંહ ચૌહાણ આ પદ પર ચાલુ રહેશે કે પછી કોઈ નવી વ્યક્તિ આ ખુરશી સંભાળશે? કારણ કે અનેક દિગ્ગજો વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા છે. નવા મુખ્યમંત્રી તરીકે જેમના નામની ચર્ચા થઈ રહી છે.
એક તરફ ગ્વાલિયરમાં તોમરને બોસ જાહેર કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે, તો બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ દત્ત શર્માએ કહ્યું છે કે તેઓ મુખ્યમંત્રીની રેસમાં નથી.
તો બીજી તરફ રાજસ્થાનમાં સીએમ કોણ બનશે એ સવાલ યથાવત છે. ... 5 દિવસના મંથન બાદ પણ નામ નક્કી નથી થયું. ક્યારેક વસુંધરા રાજે તો ક્યારેક બાલકનાથનું નામ ચર્ચામાં આગળ આવી રહ્યું છે. પરંતુ હવે વધુ એક શક્તિશાળી નેતાનું નામ ચર્ચામાં આવ્યું છે, જેને પીએમ મોદી અને અમિત શાહના નજીકના માનવામાં આવે છે. જેઓ ઘણા રાજ્યોમાં ભાજપના પ્રભારી હતા અને ચૂંટણી જીત્યા હતા. આ નામ છે બીજેપીના વરિષ્ઠ નેતા ઓમ માથુર. જેઓ હાલ એમ.પી.ના પ્રભારી છે. માનવામાં આવે છે કે તેમના નામ પર પણ મહોર લાગી શકે છે.
આ પણ વાંચો
ગુજરાતમાં શીતલહેર, 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન, નલિયા 9.8 ડિગ્રી સાથે ઠંડુગાર
સુરેન્દ્રનગરમાં ચાલેક કાબુ ગુમાવતા કાર આઈસર સાથે અથડાઈ, ચારના મોત, બે ઘાયલ