મહિલાઓને લઈને તાલિબાનનું તઘલખી ફરમાન, છીનવી લીધો આ અધિકાર
જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું સાશન આવ્યું ત્યારેથી મહિલાઓને લઈને વિચિત્ર આદેશો આપવામાં આવી રહ્યા છે. તેમના પર અનેક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. હવે નવા આદેશ અનુસાર તાલિબાને મહિલાઓ પાસેથી ફ્લાઈટમાં સફર કરવાની આઝાદી પણ છીનવી લીધી છે.
જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું સાશન આવ્યું ત્યારેથી મહિલાઓને લઈને વિચિત્ર આદેશો આપવામાં આવી રહ્યા છે. તેમના પર અનેક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. હવે નવા આદેશ અનુસાર તાલિબાને મહિલાઓ પાસેથી ફ્લાઈટમાં સફર કરવાની આઝાદી પણ છીનવી લીધી છે. અફઘાનિસ્તાનમાં એરલાઈન્સને આદેશ આપવામાં આવ્યો છે કે, મહિલાઓને ફ્લાઈટમાં ત્યારે જ પ્રવેશ આપવામાં આવે જ્યારે તેમની સાથે કોઈ પુરૂષ સંબંધી હોય.
હવે મહિલા પુરૂષ વગર ફ્લાઈટમાં નહીં બેસી શકે
એક રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાનની એરિયાના અફઘાન એરલાઈન અને કામ એરના બે અધિકારીઓએ રવિવારે કહ્યું કે, તાલિબાને તેમને આદેશ આપ્યો છે કે, મહિલાઓને પુરૂષ સંબંધી વિના યાત્રા ન કરવા દેવામાં આવે. અધિકારીઓએ ઓળખ જાહેર કરવાની શરતે જણાવ્યું કે તાલિબાનના પ્રતિનિધિઓ, બે એરલાઈન અને એરપોર્ટના અધિકારીઓ વચ્ચે ગુરુવારે થયેલી મિટિંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહિલાઓની આઝાદી પર વધુ એક ઘા
અફઘાનિસ્તનમાં તાલિબાનની સત્તા આવતા જ મહિલાઓ પર એક બાદ એક પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યા છે. અફઘાનિસ્તાનના સંબંધિત મંત્રાલયને આ આદેશ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મહિલાઓ પર આવો પ્રતિબંધ લગાવવાનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ તાલિબાન સાથેની બેઠક બાદ એરિયાના અફઘાનના એક વરિષ્ઠ અધિકારીએ આ આદેશ વિશે એર લાઈનના કર્મચારીઓને લેટર જારી કર્યો છે. ન્યૂઝ એજન્સીએ આ લેટરના આધારે તાલિબાનના આદેશની પુષ્ટી કરી છે.
તાલિબાનના આ આદેશની આ રીતે થઈ પુષ્ટી
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ મહિલાને પુરુષ સંબંધી વિના ડોમેસ્ટિક કે આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા કરવા પર પ્રતિબંધ છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ટ્રાવેલ એજન્ટોએ પણ પુષ્ટી કરી છે કે તેમણે સિંગલ મહિલાઓને ટિકિટ આપવાની બંધ કરી દીધી છે.





















