PM Modi Birthday Live : આજે દેશની દીકરીઓ કોઇનાથી પાછળ નથી રહીઃ મોદી
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. પીએમ મોદી આજે 72 વર્ષના થયા. આ અવસર પર આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. આજે ભારતને 8 ચિત્તાની ભેટ મળી છે.

Background
PM Modi Birthday Live :
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. પીએમ મોદી આજે 72 વર્ષના થયા. આ અવસર પર આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. પીએમ મોદી આજે તેમના જન્મદિવસ પર મધ્યપ્રદેશની મુલાકાતે જવાના છે. વડા પ્રધાન 70 વર્ષના લાંબા અંતરાલ પછી ફરીથી વસવાટ કરવા માટે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડશે. આ ચિત્તાઓને નામિબિયાથી ભારત લાવવામાં આવ્યા છે.
આ પછી પીએમ મોદી મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કરહલ ખાતે સ્વસહાય જૂથોના સંમેલનમાં ભાગ લેશે અને સંબોધન કરશે.
PM મોદીનો મધ્યપ્રદેશ પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 9.40 કલાકે વિશેષ વિમાન દ્વારા ગ્વાલિયર ઉતરશે. આ પછી PM મોદી સવારે 9:45 વાગ્યે કુનો નેશનલ પાર્ક જવા રવાના થશે. વડાપ્રધાન આજે સેલ્ફ હેલ્પ ગ્રુપ કોન્ફરન્સમાં પણ હાજરી આપશે અને સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ સાથે પણ વાતચીત કરશે. ચાલો જાણીએ કે પીએમ મોદીનો આજના દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ શું છે.
આજે દેશની દીકરીઓ કોઇનાથી પાછળ નથી રહીઃ મોદી
આજની શતાબ્દીના ભારતમાં ખૂબ જ મોટું અંતર છે. આજના નવા ભારતમાં પંચાયત ભવનથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી નારીશક્તિનો પરચમ. આ મોટા પરિવર્તનનો સંકલ્પ અને આહ્વાન છે. આજે દેશની દીકરીઓ કોઇનાથી પાછળ નથી રહી. આપે બનાવેલા તિરંગાઓએ દેશના ઘરોને ચાર ચાંદ લગાવી દીધા.
Pm Birthday : 74 વર્ષ બાદ ભારતની ધરતી પર ચિત્તા, હાલ ચિત્તાને નાના વાડામા રખાયા
આજે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસના અવસરે ભારતને અનોખી ભેંટ મળી છે. મધ્યપ્રદેશના કૂનો પાર્કમાં પીએમ મોદીએ 3 ચિત્તાને નેશનલ પાર્કમાં છોડયાં. ઉલ્લેખનિય છે કે, નામિબિયાથી આઠ ચિત્તા ભારતમાં આવ્યા છે. જે સ્પેશિયલ પ્લેનથી તેને લાવવામાં આવી રહ્યા હતા તે ગ્લેવિયર એરપોર્ટ પર લેન્ડ થયું હતુ. તેમને અહીંથી હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક પહોંચાડવામાં આવ્યાં હતા.
#WATCH | Prime Minister Narendra Modi releases the cheetahs that were brought from Namibia this morning, at their new home Kuno National Park in Madhya Pradesh.
— ANI (@ANI) September 17, 2022
(Source: DD) pic.twitter.com/CigiwoSV3v




















