PM Modi Twitter Account Hack: PM મોદીનું ટ્વીટર અકાઉન્ટ હેક બિટકોઈન મુદ્દે લખી હતી આવી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ શનિવારે મોડી રાત્રે હેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બિટકોઈનને લઈને બે ટ્વિટ કરવામાં આવી હતી
PM Modi Twitter Account Hack: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ શનિવારે મોડી રાત્રે હેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બિટકોઈનને લઈને બે ટ્વિટ કરવામાં આવી હતી. જોકે હવે તેમનું અકાઉન્ટ સુરક્ષિત છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સમય સમય પર, તે સામાજિક મુદ્દાઓ પર ટ્વિટર પર પોતાની વાત રાખે છે. પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેકર્સની પહોંચથી દૂર નથી. હેકર્સે શનિવારે મોડી રાત્રે પીએમ મોદીના ટ્વિટર એકાઉન્ટમાં પ્રવેશ કર્યો હતો.
વાસ્તવમાં, હેકર્સે પીએમ મોદીના ટ્વિટર એકાઉન્ટને નિશાન બનાવ્યું હતું અને કેટલીક ટ્વિટ્સ હેક કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, બિટકોઈનને કાનૂની માન્યતા આપવામાં આવે. વડા પ્રધાન મોદીનું ટ્વિટર એકાઉન્ટ 12 ડિસેમ્બરે સવારે 2 વાગ્યે હેક થયું હતું.
જો કે, હેક થયા બાદ કરવામાં આવેલ પ્રથમ ટ્વિટ થોડીવાર પછી ડિલીટ કરવામાં આવી હતી અને ફરી એકવાર તે જ ટ્વિટ રીપીટ કરાઇ હતી સાથે જ આ ટ્વીટ પણ હટાવી દેવામાં આવી હતી. પીએમઓ દ્વારા સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી છે કે, પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.
PMO દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે, PM મોદીના ટ્વિટર એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી છે. આ બાબતની જાણ ટ્વિટરને કરાતા, એકાઉન્ટ તરત જ સુરક્ષિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો
UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?