Raghav Chadha Suspended:સસ્પેન્ડ થયા બાદ રાધવ ચઠ્ઠાનું પહેલુ નિવેદન, જાણો શું કહ્યું, જુઓ વીડિયો
રાઘવે કહ્યું, શું એ મારો ગુનો છે કે, દિલ્હી સર્વિસ બિલ પર મેં મારો મત રજૂ કર્યો. મેં ભાજપના મોટા નેતાઓ પાસે ન્યાયની માંગ કરી? તેમને તેમનો જૂનો ઢંઢેરો બતાવ્યો અને તેમના વચનો પૂરા કરવા કહ્યું?
Raghav Chadha Suspended:આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગૃહમાંથી સસ્પેન્શન બાદ ભાજપ પર નિશાન સાધ્યું છે. રાઘવે એક વીડિયો જાહેર કરીને પૂછ્યું છે કે મારો શું ગુનો છે, જેના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો? રાઘવે કહ્યું, 'હેલ્લો! હું સસ્પેન્ડેડ સાંસદ રાઘવ ચઢ્ઢા છું.. મને આજે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મારે જાણવું છે કે મારો ગુનો શું છે. શું એ મારો ગુનો છે કે મેં સંસદમાં ઊભેલા વિશ્વના સૌથી મોટા પક્ષના નેતાઓને પૂછ્યું?
My statement on suspension from Rajya Sabha
— Raghav Chadha (@raghav_chadha) August 11, 2023
राज्य सभा से निलंबित होने पर मेरी प्रतिक्रिया pic.twitter.com/0jM3DS6M7I
રાઘવે આગળ કહ્યું, 'શું એ મારો ગુનો છે કે, દિલ્હી સર્વિસ બિલ પર મારી વાત રાખીને મેં ભાજપના મોટા નેતાઓ પાસે ન્યાયની માંગ કરી? તેમને તેમનો જૂનો ઢંઢેરો બતાવ્યો અને તેમના વચનો પૂરા કરવા કહ્યું? ભાજપને અરીસો દેખાડવામાં આવ્યો શું તેમને ડર લાગ્યો કે, આ રીતે 34 વર્ષનો યુવાન સંસદમાં ઉભા રહીને અમારા પર કેમ પડકાર ફેંકી શકે?.'
'હું પડકારોથી ડરતો નથી'
રાઘવે કહ્યું, આ લોકો ખૂબ જ શક્તિશાળી લોકો છે, તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે. આ અઠવાડિયે મને વિશેષાધિકાર સમિતિ તરફથી બે નોટિસ મળી છે, કદાચ આ પણ ખુદમાં એક રેકોર્ડ હશે. વિપક્ષને ગૃહની અંદર બોલવા દેવાતા નથી. વિપક્ષના નેતાનું માઈક બંધ કરી દેવામાં આવ્યું છે. આ ચોમાસુ સત્રમાં AAPના ત્રણ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ લોકો ઈચ્છે છે કે કોઈ તેમને સવાલ ન કરે, કોઈએ અવાજ ન ઉઠાવવો જોઈએ, દરેક વ્યક્તિને સસ્પેન્ડ કરી દો.ભાજપ જો રાહુલ ગાંધીનું સભ્યપદ લઈ શકે છે, તો કાલે તે તમારા કોઈપણ સાંસદનું સભ્યપદ રદ કરી શકે છે. હું ભાજપના લોકોને કહેવા માંગુ છું કે હું તમારા આ પડકારોથી ડરતો નથી, હું અંત સુધી તમારી સાથે લડતો રહીશ.
August 11, 2023
આ પણ વાંચો
Accident: જેતપુર નજીક રેલવે ટ્રેક પર સર્જાઇ ભયંકર ઘટના, ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત