શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ, રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 247 પર પહોંચી
રાજકોટ શહેરમાં કોરોના વાયરસના વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 13 પર પહોંચી છે.
રાજકોટ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં કોરોના વાયરસના વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 13 પર પહોંચી છે. આ પહેલા વડોદરામાં વધુ 4 કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી ત્રણ નાગરવાડા વિસ્તારના છે. એક દર્દી આર વી દેસાઈ રોડ નો વતની છે. જે ગોધરાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હતો. તે વાડી વિસ્તારમાં આવેલ નીલકંઠ હોસ્પિટલમાં કામ કરતો હતો. ગુજરાતમાં કોરોના દર્દીઓનો આંકડો 247 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થાય છે.
રાજકોટ શહેરમાં કોરોના વાયરસના વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 13 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 4 દર્દીઓને રજા આપવામાં આવી છે. 2 દિવસ પહેલા જંગલેશ્વરના યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો હતો. 65 વર્ષીય વૃધ્ધા અને 35 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને જંગલેશ્વર વિસ્તારની શેરી નંબર 27 ના રહેવાસી છે.
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 61 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી અમદાવાદામાં જ એક સાથે 50 નવા કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. તમામ કેસ અમદાવાદના હોટસ્પોટમાંથી સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 133એ પહોંચી છે.
ગુજરાતમાં ક્યાં કેટલા કેસ ?
અમદાવાદ 133
સુરત - 25
રાજકોટ - 13
વડોદરા - 22
ગાંધીનગર - 13
ભાવનગર - 18
કચ્છ - 2
મહેસાણા - 2
ગીર સોમનાથ - 2
પોરબંદર - 3
પંચમહાલ - 1
પાટણ - 5
છોટા ઉદેપુર - 2
જામનગર -1
મોરબી - 1
આણંદ - 2
સાબરકાંઠા - 1
દાહોદા - 1
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion