શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા શહેરની મધ્યસ્થ જેલમાં કોરોનાનો વિસ્ફોટ થયો, એકસાથે 23 કેદીઓનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
હાલ ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ થયો છે.
હાલ ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ થયો છે. મધ્યસ્થ જેલમાંથી એકસાથે 23 દર્દીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. આ તમામ કેદીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે અને પોઝિટિવ કેદીઓનાં સંપર્કમાં આવેલાં અન્ય લોકોનું પણ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું છે.
રાજકોટની મધ્યસ્થ જેલમા કોરોનાનો વિસ્ફોટ થયો હતો. એક સાથે 23 કેદીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. ગઈકાલે રાતે તમામ કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ કેદીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસો તો વધી રહ્યાં છે પરંતુ મોતનાં આંકડાઓમાં પણ સતત વધારો થઈ રહ્યા છે. ગઈકાલે રાજકોટમાં કુલ 95 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 5 દર્દીના કોરોનાથી મોત નિપજ્યાં છે.
રાજકોટ સિટીમાં 64 અને ગ્રામ્ય વિસ્તારમાં 31 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 7 દિવસમાં 100 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યાં છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 4 હજારને પાર પહોંચી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement