રાજકોટમાં રોગચાળો વકર્યો, શરદી-ઉધરસ-તાવના 316 અને ઝાડા-ઉલટીનાં 102 કેસ
આ સિવાય શરદી-ઉધરસ તેમજ તાવનાં 316 ઉપરાંત ઝાડા-ઉલ્ટીના 102 કેસ સપ્તાહમાં નોંધાયા છે.
રાજકોટ: રાજકોટમાં હાલ મિશ્રઋતુના કારણે રોગચાળો વકર્યો છે. લાંબા સમય બાદ ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે. આ સિવાય શરદી-ઉધરસ તેમજ તાવનાં 316 ઉપરાંત ઝાડા-ઉલ્ટીના 102 કેસ સપ્તાહમાં નોંધાયા છે. ગત સપ્તાહની સરખામણીએ શરદી-ઉધરસ-તાવના કેસોમાં ઘટાડો થયો છે, જ્યારે ઝાડા-ઉલટીનાં કેસોમાં વધારો નોંધાયો છે.
આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહીને લઈ રોગચાળો વધવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો ફેલાય નહીં તેનાં માટે ઠેર-ઠેર ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીએ રોગચાળો સંપૂર્ણ કાબુમાં હોવાનો દાવો કર્યો છે.
'પેપર નબળા ગયા છે, મમ્મી પપ્પા મને માફ કરજો' ચિઠ્ઠી લખી મેડિકલના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર
રાજકોટમાં વધુ એક મેડિકલના વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાની ઘટના બની હતી. રાજકોટની મુરલીધર કોલેજમાં BAMSનો અભ્યાસ કરતા વશિષ્ટ પટેલ નામના યુવકે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. પરીક્ષામાં પેપર ખરાબ જતા તેણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થી મૂળ સાબરકાંઠાના વાસણા ગામનો રહેવાસી હતો. તે ત્રંબા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં તાજેતરમાં જ બે બનાવ બની ચુક્યા છે.રવિવારે મોડી રાત્રે તબીબી અભ્યાસ કરતી નિવૃત મામલતદારની પુત્રીએ ટેન્શનમાં અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો. ગઇકાલે સાંજના સમયે મૂળ સાબરકાંઠાના વડલી ગામના વતની અને હાલ રાજકોટમાં ત્રબામાં આવેલી ધર્મભક્તિ હોસ્ટેલમાં રહી તબીબનો અભ્યાસ કરતા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
સ્યુસાઇડ નોટ મળી હતી
આ બનાવમાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવક પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં લખ્યું હતું કે મારા પેપર નબળા ગયા છે હું ડિપ્રેશનમાં આવી પગલું ભરી રહ્યો છું.
ત્રંબા પાસે આવેલી ધર્મભક્તિ હોસ્ટેલમાં રહેતો
અહેવાલ અનુસાર, મૂળ સાબરકાંઠાના વડાલી ગામે રહેતા અને હાલ રાજકોટની નજીકમાં આવેલા ત્રંબા પાસે આવેલી ધર્મભક્તિ હોસ્ટેલમાં રહી ત્યાં નજીકમાં જ આવેલી મુરલીધર કોલેજમાં BAMSનો તબીબી અભ્યાસ કરતો વશિષ્ઠ વિનોદભાઈ પટેલ નામનો 22 વર્ષનો યુવાન તેની હોસ્ટેલમાં હતો ત્યારે સાંજના સમયે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને 108ને જાણ કરતા 108 ઇએમટી કાળુભાઈએ વશિષ્ઠ ને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.આ મામલે પોલીસે રૂમમાં તપાસ કરતા એક સુસાઈડ નોટ મળી આવી હતી અને તેમાં લખ્યું હતું કે મારા પરીક્ષાના પેપર નબળા ગયા છે અને હું ડિપ્રેશનમાં આવીને આ પગલું ભરી રહ્યો છું.
યુવકના પરિવારને જાણ કરવામાં આવી હતી
યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બાદમાં તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી.પિતા ખેતીકામ કરે છે.તેમજ યુવક પોતે એક બહેનનો એકનો એક ભાઈ હતો.ત્યાં હોસ્ટેલના સંચાલકે ગઇકાલે વશિષ્ઠ સાથે વાત કરી કરી હતી કે,બધા વિદ્યાર્થીઓ પોતાના ગામે જતા રહ્યા છે તમારે પરીક્ષા પૂરી થઈ ગઈ માટે વતન માતા પિતા પાસે ક્યારે જવાનું છે. ત્યારે વશિષ્ઠએ જવાબ આપ્યો હતો કે,મારે અહીંયા કામ છે કામ પૂરું કરી હું કાલે મારા ગામે જવાનો છું. ત્યારબાદ સાંજના સમયે પગલું ભરી લેતા મિત્ર વર્તુળ અને પરિવારજનોમાં શોક છવાયો છે. યુવક મુરલીધર કોલેજમાં આર્યુવેદીક વિભાગમાં અભ્યાસ કરતો હતો.