Heart Attack: રાજકોટમાં હાર્ટ એટેકથી મોત, 52 વર્ષીય આધેડ યોગ કર્યા બાદ ઢળી પડ્યા
Heart Attack: હાઈ બ્લડ પ્રેશર હાયપરટેન્શનની સમસ્યા એટલે કે હાઈ બ્લડપ્રેશર પણ હાર્ટ એટેક આવવાના જોખમમાં સામેલ છે

Heart Attack: ગુજરાતમાં ફરી એકવાર હાર્ટ એટેકથી મોતનો સિલસિલો શરૂ થયો છે. તાજેતરમા જ રાજકોટમાં એક આધેડનું હાર્ટ એટેકથી મોત આવતા સમગ્ર પંથકમાં સનસની પ્રસરી ગઇ છે. રાજકોટ શહેરમાં 52 વર્ષીય શખ્સનું યોગની પ્રવૃત્તિ કર્યા બાદ અચાનક હાર્ટ એટક આવ્યો હતો, તેમને સારવાર અપાય તે પહેલા તે મોતને ભેટી ચૂક્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના કેસમો વધુ જોવા મળી રહ્યાં છે.
માહિતી પ્રમાણે, રાજકોટમાં શહેરમાં ફરી એકવાર હાર્ટ એટેકથી મોતની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. આજે સવારે 52 વર્ષીય એક આધેડનું હાર્ટ એટેકથી મોત થયુ છે. ઘટના એવી છે કે, આધેડ શખ્સે પહેલા યોગની પ્રવૃત્તિ કરી હતી, બાદમાં જ્યારે તેઓ સીડી ઉતરી રહ્યા હતા, તે સમયે અચાનક છાતીમાં દુઃખાવો થયો અને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. હાર્ટ એટેક બાદ ઢળી પડેલી આધેડનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયુ હતુ. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. મૃતક આધેડનુ નામ 52 વર્ષીય રાજેન્દ્રસિંહ ગુરુજી હતુ.
હાર્ટ એટેકની સ્થિતિને "મ્યોકાર્ડિયલ ઈન્ફાકર્શન" કહેવાય
હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને "મ્યોકાર્ડિયલ ઈન્ફાકર્શન" કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે. જેમાં હ્રદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે હ્રદય કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે.
હાર્ટ એટેકના કારણો
હાઈ બ્લડ પ્રેશર હાયપરટેન્શનની સમસ્યા એટલે કે હાઈ બ્લડપ્રેશર પણ હાર્ટ એટેક આવવાના જોખમમાં સામેલ છે. હાયપરટેન્શન એ હૃદયના સ્વાસ્થ્ય માટે એક મોટું જોખમ છે. તે રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે. આના કારણે ધમનીઓની લવચીકતા ઓછી થવા લાગે છે અને લોહીના પ્રવાહમાં વધારો થવાથી ઓક્સિજન અને લોહી હૃદય સુધી ઝડપથી પહોંચે છે. જ્યારે આવી સ્થિતિ થાય છે ત્યારે અચાનક હાર્ટ એટેકનો ખતરો ઉભો થઈ શકે છે.
ઉચ્ચ કોલેસ્ટ્રોલ
દરેક વ્યક્તિના શરીરમાં સારા કોલેસ્ટ્રોલની સાથે ખરાબ કોલેસ્ટ્રોલ પણ હોય છે. ખરાબ કોલેસ્ટ્રોલ એક ફેટી પદાર્થ છે, જે ધમનીઓમાં સંગ્રહિત થાય છે. આના કારણે લોહીના પ્રવાહમાં અવરોધ આવે છે, જેના કારણે શરીરના ઘણા ભાગોમાં લોહીનો પુરવઠો યોગ્ય રીતે નથી પ્રવાહિત થશો. લોહીના પ્રવાહમાં અવરોધને કારણે, શરીરના ઘણા ભાગોમાં દુખાવો થવા લાગે છે, જે ઘણી વખત તીવ્ર બને છે. હાઈ કોલેસ્ટ્રોલ લોહીને યોગ્ય રીતે હૃદય સુધી પહોંચવા દેતું નથી, જેનાથી અચાનક હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
ધૂમ્રપાન
વધુ પડતા ધૂમ્રપાનથી હૃદય સંબંધિત બીમારીઓ તેમજ અચાનક હાર્ટ એટેકનો ખતરો પણ રહે છે. ધૂમ્રપાનથી ધમનીઓમાં લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે. આ ધમનીઓની કામગીરીમાં અવરોધ લાવી શકે છે અને અચાનક હાર્ટ એટેક તરફ દોરી શકે છે.
સ્થૂળતા
સ્થૂળતા ઘણા ખતરનાક રોગોનું જોખમ પેદા કરી શકે છે. માત્ર હાર્ટ એટેક જ નહીં પરંતુ કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ તેના કારણે શરીરમાં જન્મ લઈ શકે છે. સ્થૂળતાને કારણે ધમનીઓ બ્લોક થઈ શકે છે અને હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે.





















