શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rajkot AIIMS: રાજ્યમાં હાર્ટ એટેકના કેસો વધતા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આ શહેરની હોસ્પિટલમાં મુકવામાં આવ્યું આધુનિક મશીન

Rajkot AIIMS: રાજ્યનાં હાર્ટ એટેકના બનાવો રોજે રોજ વધી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ઉછાળો આવતા લોકો ચિંતિત બન્યા છે. તાજેતરમાં 4 યુવાનોના તો ક્રિકેટ રમતા રમતા એટેક આવતા મોતને ભેટ્યા છે.

Rajkot AIIMS: રાજ્યનાં હાર્ટ એટેકના બનાવો રોજે રોજ વધી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ઉછાળો આવતા લોકો ચિંતિત બન્યા છે. તાજેતરમાં 4 યુવાનોના તો ક્રિકેટ રમતા રમતા એટેક આવતા મોતને ભેટ્યા છે. હવે આ ઘટનાને લઈને તંત્ર પણ એલર્ટ થયું છે અને રાજકોટ AIIMS ખાતે  CPET મશીન મુકવામાં આવ્યું છે. હાર્ટએટેકની ઘટનાઓ વધતા AIIMS માં  CPET મુકવામાં આવ્યું છે.

ફેફસા અને હ્યદયના ટેસ્ટ બાદ અમુક નિદાન થતા નથી તે હવે CPETમાં થશે

સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત અદ્યતન કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટનું એઈમ્સમાં ટ્રાયલ થયું છે. તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આ આધુનિક મશીન મુકવામાં આવ્યું છે. ટ્રાયલના ભાગરૂપે 23 વર્ષીય યુવાનના ટેસ્ટ કરાયા હતા. ફેફસા અને હ્યદયના ટેસ્ટ બાદ અમુક નિદાન થતા નથી તે હવે CPETમાં થશે.

ફક્ત હૃદય જ નહિ પણ અન્ય અંગોનો પણ ડેટા લે છે

યુવા વયે છુપા રોગની માહિતી આ ટેસ્ટથી મળી શકશે. કોઇ વ્યક્તિની કસરત કરવાની ક્ષમતા માપવી હોય ત્યારે પણ કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઈઝ ટેસ્ટ(CPET)નો ઉપયોગ થાય છે.  આ મશીનમાં ટ્રેડમિલ ટેસ્ટ કે જે હૃદય માટે કરાય છે તેવું જ હોય છે અને તેમાં પણ ટ્રેડમિલનો ઉપયોગ થાય છે. ફરક એટલો હોય છે કે તે ફક્ત હૃદય જ નહિ પણ અન્ય અંગોનો પણ ડેટા લે છે. ટ્રાયલના ભાગરૂપે એક 23 વર્ષના યુવાનના ટેસ્ટ કરાયા હતા. આ ટેસ્ટમાં વિવિધ સ્ટેજ મારફત હૃદય, ફેફસાં અને સ્નાયુઓની મૂવમેન્ટ સહિતની બાબતોનો ડેટા એકત્ર કરે છે. જેથી કસરત દરમિયાન શરીરનો જે રિસ્પોન્સ છે તે નોર્મલ છે કે પછી તેમાં કોઇ વધઘટ છે તે જાણી શકાય છે.

 વડોદરામાં ચાલું કારે એક વ્યક્તિને હાર્ટી એટેક આવતા મોત

વડોદરા: શહેરના માંજલપુરમાં હાર્ટ એટેકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 52 વર્ષીય દીપકભાઈ શાહ માંજલપુરની ચંદ્રવિલા સોસાયટી પહોંચે તે પહેલા તેમને ચાલુ કારે એટેક આવ્યો હતો. ચાલુ કારે એટેક આવતા ફૂટપાથ પરની ત્રણ કાર અને એક સ્કુટીને અડફેટે લીધી હતી. 108 દ્વારા દીપકભાઈને હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા હતા. નોંધનીય છે કે, છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં મોટો વધારો થયો છે. જેને લઈને લોકોમાં ચિંતા પેઠી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patidar Leader Attack :  શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારValsad Rape With Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલરClashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Embed widget