Fake Ghee Factory: અમરેલીમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, મિનરલ વોટરની આડમાં નકલી ઘી બનતું હતું
ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમએ સેમ્પલ લીધા છે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઘીના મોટા જથ્થાની ગણતરી શરૂ હતી.
Fake Ghee Factory Seized From Amreli: રાજ્યમાં અખાદ્ય જથ્થો મળવાનો સિલસિલો યથાવત છે. અમરેલી જીલ્લાનાં સૌથી મોટા નકલી ઘીનાં રેકેટનો પર્દાફાશ થયો છે. લીલીયાનાં પીપળવા ગામના રહેણાક નજીક ડૂબલિકેટ ઘીની ફેક્ટરી ઉપર મોડી રાતે દરોડા પાડવામાં આવ્યા હતા. લીલીયા PSI સિદ્ધરાજ સિંહ ગોહિલ, DYSP સહિતની ટીમ ત્રાટકી હતી. અમૃત મિનરલ વોટર પાણીનાં પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો.
ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમએ સેમ્પલ લીધા છે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઘીના મોટા જથ્થાની ગણતરી શરૂ હતી. ઘીનાં રેક્ટનાં આરોપી અને મુદામાલ મુદ્દે આજે અમરેલી SP પ્રેસફરન્સ કરી શકે છે. નકલી ઘીનાં પેકેટમાં રાજુલા શહેરનું એડર્સ ઘી રેકેટનું કનેક્શનમાં રાજુલા પહોંચી શકે છે.
ભેળસેળવાળુ ઘી ખૂબ જ સસ્તામાં તૈયાર થાય છે. જેના કારણે તેને અન્ય કરતા ઓછા ભાવે વેચીને પણ નફો મેળવી શકાય છે. આવી સ્થિતિમાં, લોકો વિચાર્યા વિના સસ્તામાં ઘીનો અમૂલ્ય લાભ મેળવવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ ભેળસેળવાળું ઘી શરીરને કોઈ ફાયદો નથી પહોંચાડતું, ઊલટું નુકસાન કરી શકે છે. આવી સ્થિતિમાં, નકલી ઘી ઓળખવા માટે અમે તમારી સાથે ખૂબ જ સરળ ઉપાયો શેર કરી રહ્યા છીએ.
ઘીમાં ભેળસેળ કરવા માટે વનસ્પતિ તેલ, ઓગાળેલા માખણ, ડાલ્ડા અને હાઇડ્રોજનયુક્ત તેલ જેવા સસ્તા અને નબળી ગુણવત્તાના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય તેમાં છૂંદેલા બટાકા અને શક્કરિયા પણ મિક્સ કરવામાં આવે છે.
મીઠું મિનિટોમાં ઘીની શુદ્ધતા ઓળખી શકે છે. આ માટે એક વાસણમાં બે ચમચી ઘી મૂકો. આ વાસણમાં એક કે બે ટીપાં હાઇડ્રોક્લોરિક એસિડ 1/2 ચમચી મીઠું ભેળવીને મિશ્રણ તૈયાર કરો. હવે લગભગ 20 મિનિટ સુધી ઘી છોડ્યા પછી તેનો રંગ ચેક કરો. જો ઘી લાલ કે અન્ય કોઈ રંગનું દેખાય તો તે ભેળસેળવાળું છે.
ઘીમાં ભેળસેળ છે કે નહીં તે ઓળખવા માટે પહેલા એક ગ્લાસમાં પાણી ભરો. પછી એક ચમચીમાં ઘી કાઢીને તેમાં નાખો. જો ઘી પાણીમાં તરતા લાગે તો તે શુદ્ધ છે. ઊલટું જો ઘી પાણીમાં ડૂબી જાય તો તેમાં ભેળસેળ થાય છે.
ઘી અસલી છે કે નકલી તે ઓળખવા માટે તમારી હથેળી પર એક ચમચી ઘી લો અને તેને સારી રીતે ઘસો. લગભગ 10-12 મિનિટ સુધી આમ કર્યા પછી તેને સૂંઘી લો. જો ઘીમાં ગંધ ન હોય તો તે ભેળસેળયુક્ત છે. કારણ કે શુદ્ધ ઘીમાં એક અલગ જ મજબૂત સુગંધ હોય છે.
ઘી શુદ્ધ છે કે નહીં તે ઓળખવા માટે તમે તેને ઉકાળીને ચકાસી શકો છો. આ માટે એક વાસણમાં 3-4 ચમચી ઘી ઉકાળો અને તેને 24 કલાક માટે તે જ વાસણમાં ઠંડુ થવા માટે છોડી દો. સમય પૂરો થયા પછી ઘી ચેક કરો. જો ઘીનો રંગ હજી પણ પીળો હોય, તે સંપૂર્ણ રીતે જામ્યો ન હોય, અને તેની ગંધ પહેલાની જેમ જ મજબૂત રહે તો તે શુદ્ધ ઘી છે.