શોધખોળ કરો
Advertisement
મોડી રાતે રાજકોટમાં જૂથ અથડામણની ઘટના સર્જાઈ, પોલીસે સ્થિતિ પર મેળવ્યો કાબૂ
પોલીસના જણાવ્યા પ્રમાણે, રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો.
મોડી રાત્રે રાજકોટના ગોંડલ રોડ પર આંબેડકનગરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. જેમાં બે યૂવકોને ઈજા પહોંચી હતી. જોકે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. માલવિયાનગર પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારામાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારાવાર માટે લઇ જવામાં આવ્યાં હતા.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને થાળે પાડી હતી. આ ઘટના સર્જાઈ ત્યારે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં.
પોલીસ દ્વારા આ વિસ્તારમાં કડક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી બે જૂથ વચ્ચે કઇ બાબત પર અથડાણમ થઇ તે અંગે ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement