'તમારા જેવી બંગડી બનાવી છે' તેમ કહી વૃદ્ધને છેતરી સોનું લઇ ગઠિયો થયો ફરાર, પોલીસે ઝડપ્યો
રાજકોટમાં સિનિયર સિટીઝનના મકાનમાં ઘૂસી વિશ્વાસમાં લઈ સોનાના દાગીનાની ચોરી કરતો શખ્સ ઝડપાયો હતો
રાજકોટઃ રાજકોટમાં સિનિયર સિટીઝનના મકાનમાં ઘૂસી વિશ્વાસમાં લઈ સોનાના દાગીનાની ચોરી કરતો શખ્સ ઝડપાયો હતો. મળતી જાણકારી અનુસાર, તાજેતરના ગીતા નગર અને રૈયા ટેલિફોન એક્ષચેન્જમાં ચોરીની ઘટના બની હતી. હું તમારો સંબંધી છું,તમારા જેવી બંગડી બનાવવી છે તેમ કહી વૃદ્ધને છેતરી સોનું લઈ ગઠિયો ફરાર થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે લીમડા ચોક નજીકથી મૂળ જૂનાગઢના આરોપી નિમિષ પુરોહિતની ધરપકડ કરી છે. આરોપી અગાઉ 8 ગુનાને અંજામ આપી ચુક્યો છે
Paresh Rawal ની સામે કોલકાતા પોલીસે ફરિયાદ નોંધી, બંગાળીઓને લઈ વિવાદીત ટિપ્પણી કરી હતી
Paresh Rawal Controversial Statement: કોલકાતા પોલીસે ભાજપના નેતા અને અભિનેતા પરેશ રાવલ વિરુદ્ધ બંગાળીઓ વિરુદ્ધ કથિત અભદ્ર ભાષા બદલ FIR નોંધી છે. સીપીઆઈ(એમ) પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવ એમડી સલીમે પરેશ રાવલ વિરુદ્ધ તેમની "બંગાળી વિરોધી" ટિપ્પણી બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સલીમે આરોપ લગાવ્યો હતો કે પરેશ રાવલની ટિપ્પણી ઉશ્કેરણીજનક છે અને "હુલ્લડો ભડકાવી શકે છે અને બંગાળીઓ અને અન્ય સમુદાયો વચ્ચે સદભાવ નષ્ટ કરી શકે છે".
સલીમની ફરિયાદમાં જણાવાયું છે કે, "રાજ્યની સરહદોની બહાર મોટી સંખ્યામાં બંગાળીઓ રહે છે. મને આશંકા છે કે પરેશ રાવલની અભદ્ર ટિપ્પણીઓને કારણે તેમાંથી ઘણાને પૂર્વગ્રહ અને અસર થશે.
આ કલમોમાં કેસ દાખલ
મીડિયા અહેવાલો અનુસાર, પરેશ રાવલની સામે IPC કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદા સાથે ઉશ્કેરણી), 153A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 153B (ભાષાકીય અથવા વંશીય જૂથોના અધિકારોથી વંચિત રાખવું), 504 (ભડકાવવાના ઈરાદા સાથે જાણી જોઈને અપમાન) 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે
શું કહ્યું પરેશ રાવલે?
બંગાળીઓ પર પરેશ રાવલની ટિપ્પણી ત્યારે આવી જ્યારે તેઓ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા હતા. તેમણે એક ભાષણમાં કહ્યું હતું કે, "ગેસ સિલિન્ડર મોંઘા છે પણ ભાવ ઘટશે. લોકોને રોજગારી પણ મળશે, પરંતુ જો રોહિંગ્યા સ્થળાંતર કરનારા અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ રહેવા લાગે તો શું? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી બનાવશો?" જણાવી દઈએ કે 2 ડિસેમ્બરે પરેશ રાવલે આ વિષય પર પોતાના અભિપ્રાય બદલ માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે નિવેદન અવૈધ બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓના સંદર્ભમાં હતું