ACCIDENT: જામનગર રાજકોટ હાઈવે પર બેકાબુ બનેલો ટ્રક બસ સ્ટેન્ડમાં ઘૂસી ગયો, ડ્રાઈવરની લાશને બહાર કાઢવા બોલાવવી પડી ટ્રેન
જામનગર રાજકોટ હાઈવે પર ટ્રક ગત મોડી રાત્રે બસ સ્ટેન્ડમાં ઘુસી જતા અફરાતફરી મચી ગઈ હતી. હાઈવે પર આવેલ ફલ્લા બસ સ્ટેન્ડમાં ઘુસી જતા ફલ્લા બસ સ્ટેન્ડ અને આસપાસની દુકાન અને કેબીનનો ભુક્કો બોલી ગયો હતો.
ACCIDENT: જામનગર રાજકોટ હાઈવે પર ટ્રક ગત મોડી રાત્રે બસ સ્ટેન્ડમાં ઘુસી જતા અફરાતફરી મચી ગઈ હતી. હાઈવે પર આવેલ ફલ્લા બસ સ્ટેન્ડમાં ઘુસી જતા ફલ્લા બસ સ્ટેન્ડ અને આસપાસની દુકાન અને કેબીનનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ચાલકનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રક ડ્રાઈવર પર અંદર જ ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવાઈ હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જો કે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની માહિતી સામે આવી નથી.
10 વર્ષીય બાળકી 400 ફૂટ ઊંડા બોરવેલમાં 60 ફૂટ નીચે ફસાઇ
સુરેન્દ્રનગરઃ ધાંગધ્રા તાલુકાના ગાજરણાવાવ ગામ ખાતે 10 વર્ષીય બાળકી રમતા રમતા 400 ફૂટ ઊંડા બોરમાં બાળકી પડી ગઈ છે. અનિરુદ્ધભાઈ અરજણભાઈની વાડીએ મામાનીવાળી વાડીએ બોરની અંદર 60 ફૂટે મનીષા નામની બાળકી પડી ગઈ છે. મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા તેમજ 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
અત્યારે આર્મીની બે ટીમ બાળકીને બહાર કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે. બોરમાં રહેલી બાળકી સાથે વાત કરીને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. બાળકીને દોરડાની મદદથી બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે. સુરેન્દ્રનગરના કલેક્ટર કે.સી. સંપતે જણાવ્યું હતું કે, મામલતદાર અને આખી ટીમ પહોંચી ગઈ છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. ધ્રાંગધ્રાની આર્મીની રેસ્ક્યૂ ટીમ પણ પહોંચી રહી છે. જે રેસ્ક્યૂ માટે એક્સપર્ટ છે. આરોગ્યની ટીમ પણ ત્યાં હાજર છે.
બે મહિના પહેલા જ બાળકનું 500 ફૂટ ઉંડા બોરમાં ખાબક્યું હતું
હજુ બે મહિના પહેલા જ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડવાની ઘટના બની હતી. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
બાળક 30 ફૂટ પર સલવાયું હોવાનું જણાયું હતું. ત્યારે ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર જીવિત કાઢયું હતું. ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુરની સીમમાં ખેતરમાં મજૂરી કામ કરતા અને મધ્યપ્રદેશ રહેતા મુનાભાઈનો દીકરો શિવમ, જેની ઉંમર અંદાજિત બે વર્ષ જેટલી છે. તે રમતાં રમતાં બોરમાં પડી ગયો હતો. બોરવેલમાં 30 ફૂટે બાળક ફસાયેલો હતો. આ ઘટના બનતાં ત્યાં મજૂરીકામ કરતા અને શિવમની માતાને જાણ થતાં તેને ગામના લોકોને વાત કરી હતી. બાદમાં રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર જીવિત કાઢવામાં સફળતા મળી હતી.