શોધખોળ કરો
Advertisement
Rajkot: મનપાના ઉમેદવાર જાહેર થતા ભાજપમાં ભડકો, વોર્ડ નંબર 9ના પૂર્વ કોર્પોરેટર થયા નારાજ
ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે નામ જાહેર કરતા જ વિવાદ થયો છે.
રાજકોટ: ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે નામ જાહેર કરતા જ વિવાદ થયો છે. વોર્ડ નંબર 9ના પૂર્વ કોર્પોરેટર શિલ્પાબેન જાવિયાએ પોતાની પાર્ટી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
શિલ્પાબેન જાવિયા મનપામાં કાયદો અને વ્યવસ્થા સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. ટિકિટ આપવામાં પાર્ટી મનમાની કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પોતે કરેલા કામની કદર ન કરી હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો છે.
શિલ્પાબેન જાવિયાએ કહ્યું, કડિયા સમાજની પરંપરાગત બેઠકમાં સમાજને ટિકીટ ન આપી અન્યાય કર્યો છે. કડીયા સમાજને અન્યાય કર્યાનો આક્ષેપ અને કાર્યકરોમાં પણ નારાજગી હોવાનું શિલ્પાબેન જાવિયાએ જણાવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement