DRUGS: ફરી એકવાર ડ્રગ્સ પકડાયુ, 6 લાખનું મેફેડ્રૉન બાઇક પર લઇને વેચવા નીકળેલા બે શખ્સોને SOGએ દબોચ્યાં
પોલીસે અહીં અચાનક દરોડા પાડ્યા હતા, આ દરમિયાન બાઇક પર સવાર બે શખ્સોને મેફેડ્રૉન ડ્રગ્સના હેરાફેરી કરતાં ઝડપી પાડ્યા હતા,
DRUGS: મોરબી -વાંકાનેર હાઇવે પરથી SOG પોલીસની ટીમે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. બાતમીના આધારે SOGએ દરોડા પાડતા બે શખ્સનો 6 લાખથી વધુની કિંમતનો મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. માહિતી પ્રમાણે, મોરબી -વાંકાનેર હાઈવે પર આજે SOG ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી, ખરેખરમાં, SOG પોલીસને પહેલાથી હાઇવે પર મેફેડ્રૉન ડ્રગ્સની ખેપ મારતાં શખ્સો વિશે બાતમી મળી હતી, આ બાતમીના આધારે પોલીસે હાઇવે પર મોરબીના પાનેલી ગામના પાટિયા નજીક વૉચ ગોઠવી હતી, પોલીસે અહીં અચાનક દરોડા પાડ્યા હતા, આ દરમિયાન બાઇક પર સવાર બે શખ્સોને મેફેડ્રૉન ડ્રગ્સના હેરાફેરી કરતાં ઝડપી પાડ્યા હતા, આ બન્ને શખ્સો હાઇવે પર નંબર પ્લેટ વગરની બાઈકમાં ફરી રહ્યાં હતા.
આ બન્ને આરોપી શખ્સનોનું નામ સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઈ બલોચ અને રજાકભાઈ આમદભાઈ ધાંચી છે, આ બન્ને આરોપીએ પાસેથી પોલીસે મેફેડ્રૉન ડ્રગ્સનો ૬૪.૨૦ ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની કિંમત ૬,૪૨,૦૦૦ છે, આ ઉપરાંત તેમની પાસેથી ૩૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઇલ ફોન અને ૪૪૬૦ રૂપિયા રોકડા સહિત હોન્ડા બાઇકને કબજે કર્યુ હતુ. મેફેડ્રૉન ડ્રગ્સના હેરાફેરીના કેસમાં આ આરોપીઓ પાસેથી આરોપી જુનેદભાઈ હનીફભાઈ પરમારનું નામ પણ ખુલ્યુ હતુ, પોલીસે આ પછી તમામ કડીઓને તપાસને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ કેસમાં સાજીદે ડ્રગ્સનો જથ્થો આરોપી રજાક પાસેથી મેળવ્યો હતો, તો રજાકે આરોપી જુનેદ પાસેથી જથ્થો મેળવ્યો હોવાની પકડાયેલા આરોપી સાજીદ અને રજાકે કબુલાત કરી હતી.
કારમાં મેફેડ્રૉન ડ્રગ્સ વેચવા નીકળેલા 2 શખ્સને SOGએ ઝડપ્યા
રાજ્યમાં ડ્રગ્સના વેચાણનો સિલસિલો યથાવત છે, હવે જૂનાગઢમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જૂનાગઢ SOG પોલીસની કાર્યવાહીમાં 2.7 ગ્રામ જેટલા મેફેડ્રૉન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે, જુનાગઢના માંગરોળમાથી મેફેડ્રોન ડ્રગ્સ પકડવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા બે આરોપીઓ સાથે 2. 7 ગ્રામ મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થા ઝડપી પાડ્યા હતા. આ બન્ને આરોપીઓ કારમાં મેફેડ્રૉન ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. બાતમીના આધારે જ્યારે SOGએ દરોડા પાડ્યા તો કારમાંથી બે આરોપીઓને મેફેડ્રૉન ડ્રગ્સ સાથે ત્રણ મોબાઇલ, રોકડ તેમજ કાર સાથે 5.52.990નો મુદ્દામાલ કબજો કર્યો હતો. પોલીસે સોહિલ કાલાવત અને હનીફ ધામેરીયાની આ મામલે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ બન્ને આરોપીઓને હાલમાં માંગરોળ મરીન પોલીસને સોંપવામાં આવ્યા છે. આ પહેલા રાજ્યામાં સુરત, રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરોમાંથી ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરનારા પેડલરો ઝડપાઇ ચૂક્યા છે.
Join Our Official Telegram Channel: