શોધખોળ કરો
Advertisement
કોન્સ્ટેબલ રવિરાજની પ્રેમિકા મૃતક ASI ખુશ્બુ સામે કોને નોંધાવી પોલીસ ફરિયાદ? જાણીને ચોંકી જશો
આ મામલામાં મૃતક કોન્સ્ટેબલ રવિરાજસિંહના સસરા કિરીટસિંહ કરણસિંહ ઝાલાએ મૃતક એ.એસ.આઈ. ખુશ્બુ સામે તાલુકા પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધાવ્યો છે. કિરીટસિંહ પ્રમાણે છેલ્લે ખુશ્બુનાં હાથમાં બંદૂક હતી.
રાજકોટ: શહેર પોલીસના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનાં મહિલા ASI ખુશ્બુ કાનાબાર તથા કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની લવસ્ટોરીમાં લોહીયાણ અંત આવ્યો હતો. આ લવ સ્ટોરી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની હતી.
આ મામલામાં મૃતક કોન્સ્ટેબલ રવિરાજસિંહના સસરા કિરીટસિંહ કરણસિંહ ઝાલાએ મૃતક એ.એસ.આઈ. ખુશ્બુ સામે તાલુકા પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધાવ્યો છે. કિરીટસિંહ પ્રમાણે છેલ્લે ખુશ્બુનાં હાથમાં બંદૂક હતી.
રવિરાજસિંહના સસરા કિરીટસિંહ કરણસિંહ ઝાલાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ પ્રમાણે, મૃતક રવિરાજસિંહ જાડેજાને મૃતક ખુશ્બુ કાનાબાર સાથે મિત્રતા અને પ્રેમસંબંધ બંધાયો હતો જેના કારણે ખુશ્બુ તેના ફ્લેટે યેનકેન પ્રકારે સંકડામણમાં લઈ આ પ્રેમસંબંધ બાબતે ફરીયાદીના જમાઈ સાથે કોઈ કારણોસર બોલાચાલી કરી હતી.
અમે જ્યારે પંડિત દિનદયાલનગર સ્થિત મહિલા એ.એસ.આઈ.નાં ફ્લેટ પર પહોંચ્યા ત્યારે બંનેના મૃતદેહ લોહીયાળ હાલતમાં પડ્યા હતા. ખુશ્બુના હાથમાં પિસ્ટલ હતી. 108ની ટીમને મૃતદેહ હટાવતા તેમણે જોયા હતાં. તાલુકા પોલીસે કાયદાકીય કાર્યવાહી મુજબ કિરીટસિંહની ફરિયાદના આધારે મૃતક ખુશ્બુ કાનાબાર સામે હત્યાનો ગુનો નોંધી કાગળ પર કામગીરી હાથ ધરી છે.
કિરીટસિંહે જણાવતાં કહ્યું હતું કે, રવિરાજસિંહે પત્નીનો ફોન ન ઉપાડતા અને સવાર સુધી ઘરે ન આવતાં હું તથા મામા સુખદેવસિંહ ઝાલાને તથા પરીવારના બીજા સૌ લોકો યુનિ.પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. ત્યારબાદ ત્યાંથી હું ખુશ્બુના ફ્લેટે પહોચ્યો હતો. દરવાજો ખખડાવતા પણ અંદરથી કોઈ અવાજ ન આવતાં બીજા ફ્લેટની ગેલેરીમાંથી ખુશ્બુના ફ્લેટની ગેલેરીમાં જઈને જોતાં બન્નેનાં મૃતદેહો લોહીથી લથબથ હાલતમાં પડ્યાં હતા. ખુશ્બુનાં હાથમાંથી પિસ્તોલ નીચે પડેલી સૌ પ્રથમ સસરાએ જોઈ હતી જેથી સસરા કિરીટસિંહે જોતા પોલીસને ફરીયાદ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement