શોધખોળ કરો

Gondal Chilli: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલખ આવક, ખેડૂતો બળદગાડામાં મરચાં વેચવા આવ્યાં

ગગડતી બજાર વચ્ચે હરાજીમાં મરચાંના 20 કિલોના ભાવ એક હજારથી ત્રણ હજાર 300 સુધી બોલાયા હતા.

Gondal Chilli: રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલખ આવક થઇ. મરચાની 85 હજાર ભારીની આવકથી યાર્ડ ઉભરાયું હતું. યાર્ડ બહાર મરચાં ભરેલા 1700 થી 1800 વાહનોની લાંબી કતાર જોવા મળી છે. અમુક ખેડૂતો તો લુપ્ત થતા બળદગાડામાં મરચાં વેચવા માટે યાર્ડમાં આવ્યા હતા. ગગડતી બજાર વચ્ચે હરાજીમાં મરચાંના 20 કિલોના ભાવ એક હજારથી ત્રણ હજાર 300 સુધી બોલાયા હતા. અત્યાર સુધીમાં મરચાંના ભાવમાં રૂપિયા બે હજારનો ઘટાડો નોંધાયો છે.

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા

ડુંગળીની નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવાતા ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે. ડુંગળીના ભાવ તળિયા આવી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ગ્રાહકો બજારમાંથી મોંઘા ભાવે ડુંગળી ખરીદવા મજબૂર બન્યા છે. નિકાસબંધી બાદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતો એક કિલો ડુંગળી માત્ર પાંચ રૂપિયામાં વેંચી રહ્યા છે. પરંતુ તે જ ડુંગળી જ્યારે ખુલ્લા બજારમાં આવે છે. ત્યારે ગ્રાહકોને પ્રતિ કિલોએ 40 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એટલે કે એક કિલો ડુંગળીમાં વેપારીઓના ખિસ્સામાં 35 રૂપિયા જાય છે.

ખેડૂતોનું કહેવું છે કે ડુંગળી નિકાસબંધી પહેલા 700થી 800 રૂપિયે મણ વેચાતી હતી. પરંતુ તેના હવે 100 રૂપિયા પણ મળી રહ્યા નથી. પરંતુ નફાખોરી કરીને છુટક બજારમાં વેપારીઓ ઉંચા બાવ લઈ રહ્યા છે. ખેડૂતોની માગ છે કે સરકાર નિકાબંધી ઉઠાવી લે અથવા તો રાજ્ય સરકાર પોષણક્ષમ ભાવ આપે.

રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જંગી આવત થતા ભાવ તળિયે આવી ગયા છે. યાર્ડમાં ડુંગળીની 1.50 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી. યાર્ડમાં ડુંગળીની આવક થાય તે પહેલા યાર્ડ બહાર બંને બાજુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. ડુંગળીની નિકાસબંધી અને આવક વધુ થતા હરાજીમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી જવા પામ્યો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવમાં રૂપિયા 200નો ઘટાડો જોવા મળ્યો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100/- થી લઈને 300/- સુધીના બોલાયા છે. ડુંગળીના ગગડતા ભાવે જગતાતને રાતા પાણીએ રડાવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે તેની જથ્થાબંધ કિંમતો સતત ઘટી રહી છે. જેના કારણે છૂટક બજારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રની લાસલગાંવ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં ગુરુવારે સતત ત્રીજા દિવસે ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં ઘટાડો નોંધાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે આ બજારમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Super 4 Live Score: શુભમન ગિલ બાદ સૂર્યકુમાર યાદવ આઉટ, ભારતે 106 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી
IND vs PAK Super 4 Live Score: શુભમન ગિલ બાદ સૂર્યકુમાર યાદવ આઉટ, ભારતે 106 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી
IND vs PAK: ન હાથ મિલાવ્યા, ન સામે જોયું; સૂર્યકુમાર યાદવે ફરી પાકિસ્તાની કેપ્ટનને ભાવ ન આપ્યો...
IND vs PAK: ન હાથ મિલાવ્યા, ન સામે જોયું; સૂર્યકુમાર યાદવે ફરી પાકિસ્તાની કેપ્ટનને ભાવ ન આપ્યો...
IND vs PAK: અભિષેક શર્માએ પહેલી જ ઓવરમાં પાકિસ્તાની ઓપનરનો કેચ છોડ્યો, જુઓ વીડિયો
IND vs PAK: અભિષેક શર્માએ પહેલી જ ઓવરમાં પાકિસ્તાની ઓપનરનો કેચ છોડ્યો, જુઓ વીડિયો
PM મોદીએ GST સુધારાના લાભો ગણાવ્યા, તો AAPનો વળતો પ્રહાર, સંજય સિંહે કહ્યું - ‘8 વર્ષ લૂંટ ચલાવ્યા પછી...’
PM મોદીએ GST સુધારાના લાભો ગણાવ્યા, તો AAPનો વળતો પ્રહાર, સંજય સિંહે કહ્યું - ‘8 વર્ષ લૂંટ ચલાવ્યા પછી...’
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'નર્કની ગલી' પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : ભૂમાફિયાઓએ ભગવાનને પણ ન છોડ્યા !
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રિ પહેલા સૂર્યગ્રહણ, ગરબા પર વરસાદનું ગ્રહણ
Harsh Sanghavi : મોડી રાત સુધી ખેલૈયાઓ રમી શકશે ગરબા, પોલીસ દખલ નહીં કરે
PM Modi To Address Nation : દેશમાં બચત ઉત્સવની વડાપ્રધાન મોદીની જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Super 4 Live Score: શુભમન ગિલ બાદ સૂર્યકુમાર યાદવ આઉટ, ભારતે 106 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી
IND vs PAK Super 4 Live Score: શુભમન ગિલ બાદ સૂર્યકુમાર યાદવ આઉટ, ભારતે 106 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી
IND vs PAK: ન હાથ મિલાવ્યા, ન સામે જોયું; સૂર્યકુમાર યાદવે ફરી પાકિસ્તાની કેપ્ટનને ભાવ ન આપ્યો...
IND vs PAK: ન હાથ મિલાવ્યા, ન સામે જોયું; સૂર્યકુમાર યાદવે ફરી પાકિસ્તાની કેપ્ટનને ભાવ ન આપ્યો...
IND vs PAK: અભિષેક શર્માએ પહેલી જ ઓવરમાં પાકિસ્તાની ઓપનરનો કેચ છોડ્યો, જુઓ વીડિયો
IND vs PAK: અભિષેક શર્માએ પહેલી જ ઓવરમાં પાકિસ્તાની ઓપનરનો કેચ છોડ્યો, જુઓ વીડિયો
PM મોદીએ GST સુધારાના લાભો ગણાવ્યા, તો AAPનો વળતો પ્રહાર, સંજય સિંહે કહ્યું - ‘8 વર્ષ લૂંટ ચલાવ્યા પછી...’
PM મોદીએ GST સુધારાના લાભો ગણાવ્યા, તો AAPનો વળતો પ્રહાર, સંજય સિંહે કહ્યું - ‘8 વર્ષ લૂંટ ચલાવ્યા પછી...’
PM Modi To Address Nation : PM મોદીનું 19 મિનિટનું રાષ્ટ્રને સંબોધન, દર્શાવ્યાં GST 2.0ના ફાયદા
PM Modi To Address Nation : PM મોદીનું 19 મિનિટનું રાષ્ટ્રને સંબોધન, દર્શાવ્યાં GST 2.0ના ફાયદા
માથે મંડરાતો વરસાદ: નવરાત્રિ પહેલા ગુજરાતમાં 48 કલાક ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
માથે મંડરાતો વરસાદ: નવરાત્રિ પહેલા ગુજરાતમાં 48 કલાક ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચમાં બની રહ્યો છે વિચિત્ર સંયોગ, ટીમ ઇન્ડિયા પર હારનો ખતરો, જાણો શું છે કારણ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચમાં બની રહ્યો છે વિચિત્ર સંયોગ, ટીમ ઇન્ડિયા પર હારનો ખતરો, જાણો શું છે કારણ
નવરાત્રિના પહેલા જ નોરતે ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 'યલો ઍલર્ટ' જાહેર કર્યું
નવરાત્રિના પહેલા જ નોરતે ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 'યલો ઍલર્ટ' જાહેર કર્યું
Embed widget