Rajkot : અમરીશ ડેર ભાજપમાં જોડાશે? સી.આર પાટીલે શું આપ્યું મોટું નિવેદન?
અમરીશ ડેર પહેલા ભાજપના કાર્યકર હતા. અમરીશ ડેરને પહેલા ભાજપના કાર્યકર હતા. મેં એમને કોઈ આમંત્રણ આપ્યું નથી. મારા વશમાં છે ત્યાં સુધી અમે કોઈ કોંગ્રેસીઓને લેવા તૈયાર નથી.

ભાજપ સાંસદ મોકરિયાનો યુ ટર્નઃ 'આવો કોઈ જૂથવાદ નથી, જે લોકો પાર્ટીથી દૂર જાય તે પાર્ટીથી અલગ જ રહે'
રાજકોટઃ ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ વિવાદ સર્જ્યા પછી યુ ટર્ન લીધો છે. હવે તેમણે નિવેદન આપ્યું કે, મીડિયા એની રીતે ચાલવે છે..આવો કોઈ જૂથવાદ નથી. તમે તમારી રીતે ચાલવો છો. મીડિયા એનો ધર્મ નિભાવે છે. જે લોકો પાર્ટીથી દૂર જાય તે પાર્ટીથી અલગ જ રહે, તેમ મોકરિયાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા રાજકોટના યોજાયેલા ભાજપના સ્નેહમિલનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય ગોવિંદ પટેલ સાથે કોઈ મુદ્દે રકઝક કરી રહ્યા હતા. આ સમયે સાંસદ મોકરિયા વચ્ચે આવતાં તેમને રૂપાણીએ બેસી જવા માટે કહ્યું હતું.
રાજકોટમાં ભાજપના સ્નેહ મિલનમાં ધારાસભ્ય ગોવિંદ પટેલ અને વિજય રૂપાણીનો તકરારનો વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ વીડિયો મુદ્દે ખૂદ ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ ધડાકો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સ્ટેજ પર વિજયભાઈ રૂપાણી ગોવિંદ પટેલને ધમકાવતા હતા. પત્રિકામાં નામ છાપવાની બાબતે વિવાદ હતો. હું તેમને આ અંગે કહેવા ગયો તો તેમણે કહ્યું, હું ગોવિંદભાઈ સાથે વાત કરું છું. તમે બેસી જાવ. તેમણે કહ્યું કે, વિજયભાઈ તમે મુખ્યમંત્રી રહી ચૂક્યા છો. અત્યારે મીડિયા સામે છે અને કાર્યકરો પણ છે, ત્યારે જાહેરમાં આવું કરવું યોગ્ય નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
