(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election : કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નરેશ પટેલ સાથે બંધ બારણે કરી બેઠક, અનેક તર્ક-વિતર્ક
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે બંધ બારણે બેઠક કરતાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા બન્ને આગેવાનો વચ્ચે બેઠક થતા ચર્ચાએ જોર પકડ્યું છે.
Gujarat Election : ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે બંધ બારણે બેઠક કરતાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા બન્ને આગેવાનો વચ્ચે બેઠક થતા ચર્ચાએ જોર પકડ્યું છે. લલિત વસોયાનું નિવેદન હું માતાજીના મંદિરેથી બોલું છુ કોંગ્રેસમાં જ રહેવાનો છું. લલિત વસોયા ભાજપમાં જાય તેવી ચર્ચાઓ વચ્ચે ખોડલધામ મંદિરમાં વસોયાનું મોટુ નિવેદન સામે આવ્યું છે.
ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની પ્રેસ કોંફરન્સમાં જણાવ્યું હતું કે, અત્યારે આગેવાનો સાથે મિટિંગ ચાલતી હતી. આજે કોઈ રાજકીય ચર્ચા થઈ જ નથી. દરેક સમાજને અધિકારી છે તેમની વસ્તી મુજબ ટિકિટ મળે.
Gujarat Election : રાજકોટથી કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ, કોણ કોણ રહ્યું ઉપસ્થિત?
Gujarat Election : ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે રાજકોટ સરદાર પટેલ સ્ટેચ્યુથી માના દ્વારે કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ થયો છે. યાત્રામાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતો. સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત છે.
Gujarat Election: કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો, કયા દિગ્ગજ નેતાએ ધરી દીધું રાજીનામું? AAPમાં જોડાશે
Gujarat Election: ગુજરાતમાં વિધાનસભા ચૂંટમી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો થયો છે. મહીસાગર જિલ્લામાં કોંગ્રેસના નેતાએ રાજીનામું આપ્યું છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે રાજીનામું આપ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે.
મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં 2017માં વિધાનસભા માટે ટિકિટ માગી હતી, પરંતુ સગાવાદના કારણે ટિકિટ ન મળ્યા ન લગાવ્યા આક્ષેપ. કોંગ્રેસમાં વિવિધ પદો ઉપર રહી ચૂક્યા છે ઉદેસિંહ ચૌહાણ. આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે.
PM Modi Gujarat Visit : જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતનો બે દિવસનો આખો કાર્યક્રમ
PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૯-૩૦ સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે છે. ૨૯ સપ્ટેમ્બરે સવારમાં સુરત ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર. પ્રધાનમંત્રી મોદીનુ સુરત ખાતે સવારે ૧૧.૧૫ કલાકે આગમન થશે. સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે. સુરતથી ૧ વાગ્યા બાદ ભાવનગર જવા રવાના થશે. ૨૯ સપ્ટેમ્બરે ભાવનગરમાં રોડ શો અને સભાનું આયોજન. ભાવનગરમા બપોરે ૨ થી ૩ વાગ્યા સુધી રોકાશે પ્રધાનમંત્રી મોદી. સાંજે ૪ વાગે અમદાવાદ મા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થશે .
અમદાવાદ પહોંચી સીધા રાજભવન જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ૨૯મી તારીખે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. ૨૯ તારીખે સાંજે ૭ વાગે નેશનલ ગેમ્સ ના કાર્યક્રમમાં આપશે હાજરી . પીએમ ૨૯મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં આપશે હાજરી. ૨૯મી એ રાત્રે ૯ વાગે જીએમડીસી ખાતે ગરબા કાર્યક્રમમાં આપશે હાજરી. પીએમ મોદી ૨૯ સપ્ટેમ્બર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ.
૩૦ સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ. ૩૦મીએ સવારે ૧૦.૧૫ કલાકે વંદે ભારત ટ્રેન ને કરાવશે ફ્લેગ ઓફ. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે પીએમ. કાલુપુરથી સવારે ૧૧.૩૦ કલાકે મેટ્રો ટ્રેનના ૨ રૂટની પ્રધાનમંત્રી શરૂઆત કરાવશે. કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે. અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે ૧૨.૩૦ વાગે સભાને સંબોધશે પીએમ.
અમદાવાદથી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સાંજે ૩.૩૦ કલાકે દાંતા જવા રવાના થશે પીએમ. દાતા સાંજે ૪.૪૫ ખાતે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ૩૦ તારીખે પીએમ અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે. અંબાજી મંદિરે દર્શન કરી સાંજે ૭ વાગે ગબ્બર ખાતે દર્શન કરશે પીએમ મોદી.
ૉરાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.