શોધખોળ કરો

Gujarat Lockdown: સૌરાષ્ટ્રના વધુ એક મોટા તાલુકામાં 5 દિવસનું લોકડાઉન, લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા

જીવન જરૂરિયાત વસ્તુ સિવાયની તમામ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ દિવસ બંધના પગલે લોકો ખરીદી કરવા બજારમાં ઉમટી પડયા હતા.

હળવદઃ ગુજરાતમાં કોરોનાએ (Gujarat Corona Cases) રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. જેના કારણે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને અમદાવાદ જેવા મહાનગરોની (Lockdown) સ્થિતિ કફોડી થઇ રહી છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉનની (Self Lockdown) જાહેરાત કરી છે. રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વેપારો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેથી બજારો અને માર્કેટો બંધ થયા છે. મોરબીના હળવદમાં પણ આજથી પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લવાયું છે.

હળવદ પંથકમાં કોરોનાના કેસમાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં કોરોના કેસમાં રોકેટ ગતિએ વધારો થતાં હળવદ નગરપાલિકા ખાતે વેપારીઓ અને રાજકીય આગેવાનો દ્વારા સ્વેચ્છિક સ્વયંભૂ ૫ દિવસ લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. જેમાં તારીખ ૨૨ થી ૨૬ તારીખ સુધી સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

જીવન જરૂરિયાત વસ્તુ સિવાયની તમામ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ દિવસ બંધના પગલે લોકો ખરીદી કરવા બજારમાં ઉમટી પડયા હતા. સોશિયલ ડિસ્ટેન્સિંગ ભૂલીને લોકો બજારમાં ફરતા જોવા મળ્યા હતા. ઉપરાંત લોકો માસ્ક વગર  જોવા મળ્યા  હતા. શહેરમાં કરિયાણા કપડાંની  કટલેરી પાન ગુટકાની દુકાનો  શાકભાજીની લારીઓ પર ભારે ભીડ જોવા મળી હતી. લોકડાઉનને પગલે  બજારો માં ભારે વાહનો  નો ધસારો  થયો હતો. મેઇન બજારમાં ભારે  ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

બુધવારે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા હતા તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે. રાજ્યમાં બુધવારે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Radhika Anant Mehendi Ceremony: અનંત - રાધિકાની મહેંદી સેરેમનીમાં પહોંચ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો

રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

Embed widget