શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં મેઘમહેર, અમરેલીમા સાડા ચાર ઈંચ વરસાદ
અમરેલીમાં 4.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લાના લીલીયા ગામની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
![સૌરાષ્ટ્રમાં મેઘમહેર, અમરેલીમા સાડા ચાર ઈંચ વરસાદ Heavy rain in saurashtra Gujarat સૌરાષ્ટ્રમાં મેઘમહેર, અમરેલીમા સાડા ચાર ઈંચ વરસાદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/02171125/Bagasra-rain.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટ: આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં મેધરાજા મહેરબાન થયા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ, ઉપલેટામાં ભારે વરસાદ છે. ગોંડલના વાસાવડ, દેરડી કુંભાજી સહિતના વિસ્તોરમાં પણ ધોધમાર વરસાદ છે. ભારે વરસાદના કારણે ગોંડલથી બગસરા તરફ જતા રસ્તાને બંધ કરવામાં આવ્યો છે. રાજ્યના 25 તાલુકામા 2 ઈંચથી વધુ વરસાદ છે, જ્યારે 44 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
અમરેલીમાં 4.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લાના લીલીયા ગામની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. લીલીયામા 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ છે.
અમરેલી, લીલીયા, ઉના, ભાવનગર, સહિતના વિ સ્તારોમાં વરસાદ છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલીના બગસરામાં પણ 2.75 ઈંચ વરસાદ પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)