શોધખોળ કરો

Rajkot Rain: રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ,  વેણુ-2ના દરવાજા ખોલાયા 

 હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.  રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં સતત પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટ :  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.  રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં સતત પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  આજે પણ વહેલી સવારથી જ ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.  

વેણું ડેમ 2 નાં બે દરવાજા ખોલાયા

ઉપલેટાનાં ગઘેઠડ ગાયત્રી આશ્રમ નજીક આવેલ વેણું ડેમ 2 નાં બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. વેણું ડેમ 2 માં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે.  વેણું ડેમ 2 માં વરસાદ પડતાં જ વેણું ડેમ 2  ફરી 100 ટકા ભરાયો છે.  ઉપલેટાનાં વેણું ડેમ 2 નાં બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા હતા અને 1502 ક્યુસેક પાણીની આવક અને એટલી જ પાણીની જાવક થઈ હતી.  વેણું ડેમ 2 નાં દરવાજા ખોલવામાં આવતાં  ડેમના પટમાં અવરજવર ન કરવાં માટે સુચના આપવામાં આવી હતી. 

જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

જૂનાગઢ શહેરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઈ રસ્તોઓ પર પાણી ફરી વળ્યા છે. જૂનાગઢના વંથલીમાં પણ સૌથી વધારે 3 ઈંચ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

રાજ્યમાં આજે 58 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. આજે સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે 58 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. 

આજે જૂનાગઢના મેંદરડામાં 2.17 ઈંચ વરસાદ વરસ્યો છે.  જૂનાગઢ શહેર અને તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અહીં   2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજે વિસાવદર- માળિયાહાટીનામાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો છે. 

ભાવનગરના મહુવામાં 1.26 ઈંચ વરસાદ વરસ્યો છે.  આજે જૂનાગઢના કેશોદમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.  આજે ચુડા, માણાવદરમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.  ધોરાજી, ઘોઘા, ઉપલેટામાં પણ પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

ચોમાસુ 'સોળ આની': સિઝનનો 115 ટકા વરસાદ

ચાલુ વર્ષે ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે પણ વરસાદે રાજ્યમાં સારી એવી હાજરી આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 115 ટકા વરસાદ વરસ્યો છે, જે સરેરાશ 882 મીમીની સામે 1022 મીમી સુધી પહોંચ્યો છે. 

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ
Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget