શોધખોળ કરો

રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર 

આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટના ગોંડલમાં વરસાદે તોફાની બેટીંગ કરી છે.

રાજકોટ:  આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટના ગોંડલમાં વરસાદે તોફાની બેટીંગ કરી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. 

ગોંડલમાં 3 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બન્યા નદી

રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સવારથી લઈને અત્યાર સુધીમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હજી પણ રાત સુધીમાં ભારે વરસાદ પડે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ ગોંડલ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર 

ગોંડલ તાલુકાના કોલીથડ, બિલિયાળા, ભુણાવા, ભરૂડી, શાપર વેરાવળ, સડકપીપળીયા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભારે વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી છે. 

જેતપુરમાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. ભારે વરસાદના કારણે જેતપુર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભારાયા છે. શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલ ગઢની રાંગ વિસ્તારમાં હોકળાના પાણી શેરીમાં ઘુસી ગયા હતા.  ગઢની રાંગ વિસ્તારમાં પાણી ફરી વરતા બાળકોએ સ્વિમિંગ પુલની જેમ ન્હાયા  હતા. જેતપુર નવાગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જેતપુરના વડલી ચોક, લાદી રોડ,  એમજી રોડ,  કણકિયા પ્લોટ,  હોસ્પિટલ વિસ્તારમાં પાણી ભરાયા હતા. 

રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર 

ધોરાજી-ભાયાવદર વચ્ચે પુલની દિવાલ ધરાશાયી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. નાની વાવડી ગામે પુલની દિવાલ ધરાશાયી થતાં વાહન ચાલકો જીવના જોખમે પુલ  પસાર કરી રહ્યા છે . કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ સમારકામ કરવાની માંગણી ગ્રામજનો કરી રહ્યાં છે.  

ગુજરાતમાં બે દિવસ ધોધમાર વરસાદની આગાહી

ગુજરાતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાજન છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ પણ બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 2 દિવસ મેઘરાજા તોફાની બેટીંગ કરશે.   ત્યારબાદ વરસાદ વિરામ લેશે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવાર સુધી મેઘરાજા મન મૂકીને વરસશે.  બુધવારથી મેઘરાજા ખમૈયા કરશે.  આજે કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, સુરત અને ભરૂચ જિલ્લામાં વરસાદની આગાહી હતી. આવતીકાલે સોમવારે અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, પાટણ, સાબરકાંઠા, આણંદ, ભરૂચ અને વડોદરામાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર  11 જુલાઈના અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લામાં  ધોધમાર વરસાદ વરસી શકે છે.  

આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પણ પાણી-પાણી થશે.  

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
Rajkot: જેતપુરમાં GETCO ના વીજ ટાવર સામે ખેડૂતોનો ડુંગળી-રોટલો ખાઈ અનોખો વિરોધ
Rajkot: જેતપુરમાં GETCO ના વીજ ટાવર સામે ખેડૂતોનો ડુંગળી-રોટલો ખાઈ અનોખો વિરોધ
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget