'રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એક વાર મોદી સરકાર !!' - વિવાદોની વચ્ચે રૂપાલાએ કર્યુ ટ્વીટ, રાજકોટમાં શરૂ કર્યો પુરજોશમાં પ્રચાર
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે
Rupala Controversy News: રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ સતત વધી રહ્યો છે, રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ પણ અડ્યો છે. જુદા જુદા ક્ષત્રિય સંગઠનો મેદાનમાં ઉતર્યા છે અને હવે મહાસંમેલ કરીને પોતાની માંગ પર અડ્યા છે. આ લડાઇમાં રાજવી પરિવારો પણ જોડાયા છે. રાજ્યમાં પોતાનો વિરોધ હોવા છતાં રૂપાલા પીછે હેઠ કરવા તૈયાર નથી, અને હાલમાં જ તેમને એક ટ્વીટ કરીને ફરી એકવાર રાજકારણ ગરમાવી દીધું છે. તેમને સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો ટ્વીટ કર્યો છે.
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓએ લખ્યું છે કે, 'રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એક વાર મોદી સરકાર !!'. ક્ષત્રિય સમાજના સખત વિરોધ અને વિવાદોની વચ્ચે આ ટ્વીટથી ફરીથી રાજકારણ ગરમાયું છે. ટ્વીટમાં રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એકવાર મોદી સરકાર, લખવામાં આવ્યુ છે. આ વીડિયોમાં પરશોત્તમ રૂપાલાને રાજકોટ શહેરના અલગ-અલગ કાર્યક્રમો અને પ્રચાર પ્રસાર કરતા બતાવવામાં આવ્યા છે. રાજ્યમાં એકબાજુ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર વિરોધ પ્રદર્શનો અને સભાઓ ભરાઇ રહી તો, તો બીજીબાજુ પરશોત્તમ રૂપાલા દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં અત્યારે પરશોત્તમ રૂપાલાએ અત્યાર સુધીમાં મોટા ભાગનો પ્રચાર પૂર્ણ કરી લીધો છે.
રૂપાલાએ ટ્વીટ કર્યુ છે 'રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એક વાર મોદી સરકાર !!' આ સાથે હેશટેગ #PhirEkBaarModiSarkar, #AbkiBaar400Paar #Rupala4Rajkot પણ લગાવાયા છે.
શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.