Congress: રાજકોટ બેઠકને લઇને કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું, બે જૂથો વચ્ચે ખેંચતાણ થતાં શક્તિસિંહ રાજકોટ દોડ્યા
ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી પક્ષ છોડવાની હોડ લાગી છે, અને લોકસભા માટે નવા ઉમેદવારો મળતા નથી જેવી સ્થિતિ સર્જાઇ છે
![Congress: રાજકોટ બેઠકને લઇને કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું, બે જૂથો વચ્ચે ખેંચતાણ થતાં શક્તિસિંહ રાજકોટ દોડ્યા Lok Sabha Election: Shaktisinh Gohil reached at Rajkot for the lok sabha candidates, congress news, local news Congress: રાજકોટ બેઠકને લઇને કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું, બે જૂથો વચ્ચે ખેંચતાણ થતાં શક્તિસિંહ રાજકોટ દોડ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/02/ee81e7dbd21dcba90334f5642bbf514c1698928543432129_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Congress: ગુજરાતમાં કોંગ્રેસ લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓમાં લાગી છે. રાજ્યમાં પહેલાથી જ ભાજપ એક્શન મૉડમાં છે અને લગભગ મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઉતારી દીધા છે, અને બાકીની છ બેઠકો પર આજે કે પછી આવતીકાલે ઉમેદવારોની જાહેર સંભવ છે. પરંતુ આ કોંગ્રેસ હજુ પણ અવઢવમાં છે કે કઇ બેઠક પર કયા ઉમેદવારને ઉતારવા. છેલ્લા કેટલાક સમયથી સૌથી હૉટ ગણાતી રાજકોટ બેઠકને લઇને કોંગ્રેસમાં કોકડુ ગૂંચવાયું છે. બે જૂથો આમને સામને હોવાની વાતને લઇને કાર્યકરોમાં ઉત્સાહ ખતમ થઇ રહ્યો છે, ત્યારે આ ગૂંચવણનો ઉકેલ લાવવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલા આજે અચાનક રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે.
ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી પક્ષ છોડવાની હોડ લાગી છે, અને લોકસભા માટે નવા ઉમેદવારો મળતા નથી જેવી સ્થિતિ સર્જાઇ છે. કેમકે પહેલાથી જ સીનિયર કોંગ્રેસી નેતાઓએ લોકસભા ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. આજે સવારે અચાનક પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા છે. રાજકોટ લોકસભા મત વિસ્તાર બેઠક માટે ઘણા સમયથી કોકડું ગૂંચવાયું છે, ઉમેદવારોને લઈને છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના બે જૂથોમાં વહેંચાયેલુ જોવા મળી રહ્યું છે, રાજકોટ કોંગ્રેસમાં લાંબા સમયથી કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને ડૉ. હેમાંગ વસાવડા જૂથ વચ્ચે ટિકિટને લઈને ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે બન્ને જૂથોના અગ્રણીઓને સમજાવવા માટે શક્તિસિંહ ગોહિલ અચાનક મુલાકાત કરવા રાજકોટ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા માટે પરેશ ધાનાણીથી લઇને કેટલાક મોટા નેતાઓના નામો ચર્ચાઇ રહ્યાં છે, સાથે સાથે શહેર કોંગ્રેસમાં કેટલાક નામો પણ રેસમાં છે. આજે બપોરે શક્તિસિંહ ગોહિલ રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ અને ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરશે.
કોંગ્રેસ 46 ઉમેદવારોની ચોથી યાદી, PM મોદી સામે આ નેતા લડશે ચૂંટણી -
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ શનિવારે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચોથી યાદી જાહેર કરી છે. દિગ્વિજય સિંહને મધ્યપ્રદેશના રાજગઢથી ટિકિટ આપવામાં આવી છે. વારાણસીથી પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અમેઠી અને રાયબરેલી હજુ પણ ઉમેદવારો ઉતારવાની રાહ જોઈ રહ્યા છે. ચોથી યાદીમાં પણ આ બે ખાસ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા નથી. કોંગ્રેસે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં 9 ઉમેદવારો ઉત્તર પ્રદેશ, 2 ઉત્તરાખંડ અને 12 ઉમેદવારો મધ્ય પ્રદેશમાંથી મેદાનમાં છે. આસામ-1, આંદામાન-1, ચંદીગઢ-1, J-K- 2, MP- 12, મહારાષ્ટ્ર- 4, મણિપુર- 2, મિઝોરમ- 1, રાજસ્થાન- 3, તમિલનાડુ- 7, ઉત્તર પ્રદેશ- 9, ઉત્તરાખંડ- 2 અને બંગાળમાંથી 1 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.
પહેલાથી જ ચર્ચા ચાલી રહી હતી કે કોંગ્રેસ BSP તરફથી દાનિશ અલીને લોકસભા માટે ટિકિટ આપી શકે છે. શનિવારે આવેલી ચોથી યાદીમાં પણ આને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દાનિશ અલી રમેશ વિધુરી પ્રકરણને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ પછી બહુજન સમાજ પાર્ટીએ તેમને હાંકી કાઢ્યા. દાનિશ અલીને અમરોહથી ટિકિટ મળી છે.આ સિવાય સહારનપુરથી ઈમરાન મસૂદ, ફતેહપુર સીકરીથી રામ નાથ સિકરવાર, કાનપુરથી આલોક મિશ્રા, ઝાંસીથી પ્રદીપ જૈન આદિત્ય, બારાબંકી એસસીથી તનુજા પુનિયા, દેવરિયાથી અખિલેશ પ્રતાપ સિંહ, સદનમાંથી અખિલેશ પ્રતાપ સિંહને ટિકિટ મળી છે. બાંસગાંવ એસસી પ્રસાદ, અજય રાયને વારાણસીથી ટિકિટ આપવામાં આવી છે.
આ ઉમેદવાર નીતિન ગડકરીની સામે ચૂંટણી લડશે
કોંગ્રેસે મહારાષ્ટ્ર માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. વિકાસ ઠાકરે રાજ્યની નાગપુર બેઠક પરથી નીતિન ગડકરી સામે ચૂંટણી લડશે. જમ્મુથી રમણ ભલ્લા અને ઉધમપુરના લાલ સિંહ જેઓ તાજેતરમાં કોંગ્રેસમાં સામેલ થયા છે તેમને ટિકિટ મળી છે. બસ્તરના વર્તમાન સાંસદ દીપક બૈજની ટિકિટ કાપીને કાવાસી લખમાને ટિકિટ આપવામાં આવી છે. એ જ રીતે હરીદ્વારથી હરીશ રાવતના પુત્ર વીરેન્દ્ર રાવત અને નૈનીતાલથી પ્રકાશ જોશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ તમિલનાડુના શિવગંગાઈથી કાર્તિ ચિદમ્બરમ અને વિરુધુનગરથી મણિકમ ટાગોરને ઉમેદવાર બનાવ્યા છે.
આ બેઠકો સાથી પક્ષો માટે છોડી દેવામાં આવી હતી
રાજસ્થાનની નાગૌર સીટ હનુમાન બેનીવાલ માટે છોડી દેવામાં આવી હતી, સીકર સીટ કોંગ્રેસે સીપીએમ માટે છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે, જ્યારે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. 4 જૂને પરિણામ જાહેર થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)