(Source: Poll of Polls)
Love jihad : લવ જેહાદ મુદ્દે સીદસર ઉમિયાધામ પ્રમુખ જેરામભાઈ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
Love jihad : જેરામભાઈએ કહ્યું કે અભ્યાસ કરતી દીકરીઓને મોબાઈલ ન આપવો જોઈએ. દીકરીઓના માતા-પિતા જાગૃત થાય.
Rajkot : લવ જેહાદ મુદ્દે સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સામાજિક અગ્રણી અને સીદસર ઉમિયાધામ પ્રમુખ જેરામભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું છે.પાટીદાર અગ્રણીએ લવ જેહાદ મુદ્દે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી. લવ જેહાદને લઈને જેરામભાઈએ ચિંતા વ્યક્ત કરી હતી. લવ જેહાદ મુદ્દે આર.પી પટેલના સૂરમાં સૂર પુરાવ્યો છે અને કહ્યું કે હું વર્ષોથી ધ્રોલમાં કડવા પાટીદાર દીકરીઓની સંસ્થા ચલાવું છું. ક્યારેય દીકરીઓના આવા કિસ્સાઓ બનતા નથી. અભ્યાસ કરતી દીકરીઓને મોબાઈલ ન આપવો જોઈએ. દીકરીઓના માતા-પિતા જાગૃત થાય.
તો વિધાનસભાની ચુંટણી મુદ્દે પણ તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર છે.ગત વિધાનસભાની ચૂંટણીમાં 50 ટિકિટની માંગણી કરવામાં આવી હતી. શાસક પક્ષે 50 ટિકિટ આપી હતી. આ વખતે પણ ટિકિટ માંગવામાં આવશે.25 સીટ એવી છે જેમાં અમારી નિર્ણાયક ભૂમિકા રહે છે.
તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં 69 સીટ માટે પાટીદાર ઉમેદવારને ટિકિટ મળે તેવા પ્રયત્નો કરીશું.મારો અનુભવ રહ્યો છે ભાજપ સૌથી વધારે પાટીદારોને ટિકિટ આપે છે..અત્યાર સુધી આ બેઠક પર બ્રાહ્મણ, લોહાણા, વાણિયા અને કારડીયા તેમજ ખુદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ સીટ પરથી લડ્યા અને જીત્યા છે.
સુરતના સરથાણામાં જ પાટીદારની 300 દીકરીઓને લવ જેહાદમાં ફસાવાઈ : આર.પી.પટેલ
જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ ઉપવનના પ્રારંભના પ્રસંગે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે લવ-જેહાદના કિસ્સાઓ મુદ્દે પાટીદાર સમાજ જોગ સૂચક નિવેદન આપ્યું હતું. આર.પી.પટેલે કહ્યું હતું કે પાટીદારની દીકરીઓને જેહાદીઓ ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી રહ્યા છે. સમાજે ચેતવાની અને ચિંતા કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે સમાજના વડીલો ઝડપથી જાગી જાય, નહીંતર આવનારા સમયમાં ખૂબ મોટી તકલીફ પડવાની છે.
તેમણે એક ઉદાહરણ આપતા કહ્યું કે જો સુરતના એક જ સરથાણા પોલીસ સ્ટેશનમાં પાટીદારની 300 દીકરીને જેહાદી પ્રવૃત્તિ કે પછી પ્રેમજાળમાં ફસાવી જવાની ફરિયાદ નોંધાઈ હોય તો સમગ્ર રાજ્યમાં શું સ્થિતિ હશે?