શોધખોળ કરો
રાજકોટઃ સ્કોર્પિયો પલટી ને પકડાઈ દારૂ-બિયરની પેટીઓ, દારૂની ખેપ મારનારા કોણ નિકળ્યા એ જાણશો તો લાગી જશે આઘાત
મોરબીના જાંબુડિયા પાસે સ્કોર્પીયો કાર પલટી મારી ગઈ હોવાની જાણકારી મળતા તાલુકા પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. કારમાંથી ઈંગ્લીશ દારૂની 3 પેટી અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

મોરબીઃ મોરબી પાસેથી LRD(લોકરક્ષક દળ)ના જવાનો દારૂની હેરાફેરી કરતા ઝડપાયા હતા. જાંબુડિયા ગામ નજીક સ્કોર્પીયો કારે પલટી માર્યા બાદ કારમાંથી દારૂ મળી આવતાં પોલીસે બે LRD જવાનને પકડી લીધા હતા. પોલીસ પહોંચે તે પહેલા કારમાં રહેલો દારૂનો જથ્થો સગેવગે કરાયાની વિગતો પણ બહાર આવી હતી. મોરબીના જાંબુડિયા પાસે સ્કોર્પીયો કાર પલટી મારી ગઈ હોવાની જાણકારી મળતા તાલુકા પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. કારમાંથી ઈંગ્લીશ દારૂની 3 પેટી 36 નંગ કીંમત રૂ. 18,600 અને બીયર નંગ 32 કીમત રૂ. 3200નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે કાર અને દારૂ-બીયર તેમ જ 2 મોબાઈલ સહિત રૂ. 5,46,920ની કિમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કારમાં સવાર આરોપી રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા (રહે. રીબડા) અને પૃથ્વીસિંહ રણજીતસિંહ જાડેજા (રહે. બામણબોર)ને ઝડપી લીધા હતા. મોરબી તાલુકા પોલીસે પકડાયેલા રાજકોટ માલવિયાનગર પોલીસ મથકમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા હોવાનું ખૂલ્યું છે. કારને અકસ્માત નડ્યા પછી કારમાંનો દારૂનો જથ્થો અન્ય ઇકો કારમાં સગેવગે કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
વધુ વાંચો





















