સ્વામિનારાયણ સંપ્રદાયનું પુસ્તક વિવાદમાં, દ્વારકાધીશ પર ઉઠાવ્યા સવાલ, માલધારી સમાજમાં આક્રોશ
સ્વામિનારાયણ સંપ્રદાયનું એક પુસ્તક વિવાદમાં આવ્યું છે. શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં વાર્તા નંબર 33 માં દ્વારકાધીશ ભગવાન પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

રાજકોટ: સ્વામિનારાયણ સંપ્રદાયનું એક પુસ્તક વિવાદમાં આવ્યું છે. શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં વાર્તા નંબર 33 માં દ્વારકાધીશ ભગવાન પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જેને લઈ ભરવાડ સમાજમાં ભારે આક્રોશ છે. હાલ તો આ પુસ્તકને લઈ મોટો વિવાદ થયો છે.
આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે ? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ તેઓ સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યું છે.
સનાતનીઓમાં રોષ ફેલાયો છે
હાલ સમગ્ર મામલે સનાતનીઓમાં રોષ ફેલાયો છે અને સોશિયલ મીડિયા દ્વારા સ્વામિનારાયણના સંતોની આકરી ટીકા કરાઈ રહી છે. સ્વામિનારાયણ પુસ્તકને લઈને ભરવાડ સમાજમાં રોષ જોવા મળ્યો છે. ભરવાડ સમાજના અગ્રણીઓએ સ્વામીઓને પડકાર ફેંક્યો છે.
ભગવાનને જોવા હોય તો વડતાલ જાઓ
મણિનગર સ્વામિનારાયણ મંદિરે સનાતન ધર્મ વિરુદ્ધ પુસ્તક પ્રકાશિત કર્યુ છે જેમાં સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામનું પુસ્તક વિવાદમાં આવ્યું છે. આ પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ વિશે અપમાનજનક ટીપ્પણી કરવામાં આવી છે. પુસ્તકની વાર્તા નંબર 33 માં દ્વારકાધીશ વિષે કહેવાયું છે કે દ્વારકામાં ભગવાન નથી, ભગવાનને જોવા હોય તો વડતાલ જાઓ.
આ પુસ્તકમાં સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવતા લોકોમાં ભયંકર આક્રોશ છે. લોકો સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણના સંતોની આકરી ટીકા કરી રહ્યા છે. આ ટિપ્પણી પછી માલધારી સમાજમાં પણ આક્રોશમાં છે.
આ પહેલા સ્વામિનારાયણ સાધુ દ્વારા જલારામ બાપાને લઈ કરાઈ હતી ટિપ્પણી
છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંત દ્વારા સનાતન ધર્મ કે અન્ય સંપ્રદાયને લઈને ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ સુરતથી એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં સ્વામી જ્ઞાનપ્રકાશે જલારામ બાપા અંગે ટિપ્પણી કરી હતી. સ્વામી જ્ઞાનપ્રકાશે કહ્યું કે, જલારામ બાપાએ, ગુણાતીત સ્વામી પાસે આર્શિવાદ લીધા હતા. સ્વામી જ્ઞાનપ્રકાશના પ્રવચનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો અંગે સામે આવેલ વિગતો અનુસાર, જ્ઞાનપ્રકાશ સ્વામીએ, સુરતના અમરોલી ખાતે સંત સભામાં પ્રવચન આપ્યું હતું. જેમાં જલારામ બાપા અંગે આ વિવાદીત ટિપ્પણી કરી હતી.
સ્વામી જ્ઞાનપ્રકાશના આ નિવેદન બાદ, જલારામ બાપાના ભક્તોમાં વ્યાપક રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. વિરપુરમાં આવેલ જલારામ બાપાની જગ્યાની ગાદીપતિના ભાઈનું નિવેદન સામે આવ્યું હતું. જલારામબાપા વંશજ એવા ભરત ભાઈ ચંદ્રાણીએ પણ સ્પષ્ટતા કરી હતી. જલારામબાપા એ ભોજલરામ બાપાની પ્રેરણા ને આશીર્વાદથી અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી. આ વાત જલારામ બાપા ને માનનારા લાખો ભક્તો જાણે છે અને આ સત્ય છે. સ્વામી જ્ઞાનપ્રકાશે, ગુણાતીત સ્વામી બાબતે કરેલ નિવેદનને જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ અને પરિવારનું કોઈ જ સમર્થન નથી.
અંતે માફી માંગી હતી
સુરતના અમરોલી ખાતેના સ્વામિનારાયણ સંત સભામાં પોતાના પ્રવચનના વીડિયોને લઈને સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા વિવાદ બાદ સ્વામી જ્ઞાનપ્રકાશે, જલારામ બાપાના ભક્તગણની માફી માંગી હતી. સ્વામી જ્ઞાન પ્રકાશે એવા દાવો કર્યો હતો કે, તેમના વિવાદાસ્પદ સંબોધનનો વીડિયો તેમણે સોશિયલ મીડિયામાંથી ડિલીટ કર્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
