Rajkot: રાજકોટમાં OBC મહાસભાનું અધિવેશન યોજાયું, સૌરાષ્ટ્ર કચ્છના આગેવાનો ઉપસ્થિત રહ્યા
રાજકોટમાં OBC મહાસભાનું મહા અધિવેશન યોજાયું હતું. રાજ્યભર માંથી 146 જ્ઞાતિના પ્રતિનિધિની ઉપસ્થિતીમાં હક્કની લડાઈ માટે ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટ: રાજકોટમાં OBC મહાસભાનું મહા અધિવેશન યોજાયું હતું. રાજ્યભર માંથી 146 જ્ઞાતિના પ્રતિનિધિની ઉપસ્થિતીમાં હક્કની લડાઈ માટે ચર્ચા કરવામાં આવી હતી. સમાજના મતોથી ચૂંટાયેલા સમાજની માંગ બુલંદ બનાવે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઓબીસીની વસ્તી ગણતરી કરવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરના ઓબીસી સમાજના આગેવાનો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10 ટકા અનામત નાબૂદ કરવામાં આવી જેની જવેરી કમિશનમાં રજૂઆત કરી છે.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં 10 અનામત નાબૂદ કરવામાં આવી પરંતુ અમારે 27% વસ્તીના પ્રમાણમાં અનામત મળવી જોઈએ તેવી માંગ બુલંદ કરવામાં આવી છે.ઓબીસી માટે 10,000 કરોડ નો વેલ્ફેર ફંડ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સમાજના નામે મત લેતા ધારાસભ્યો અને સાંસદો ઓબીસી માટે લડત ચલાવે તેવી માગ સમેલનમાં કરવામાં આવી છે. ગુજરાત ભરમાથી 146 ઓબીસી અલગ અલગ જ્ઞાતિ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં દરેક જિલ્લામાં કાર્યક્રમો કરવામાં આવશે.
કોંગ્રેસમાં ફરી આંતરિક વિરોધ સપાટી પર, જાણો લલિત વસોયા અને કિરિટ પટેલે ક્યાં મુદ્દે વ્યક્ત કરી નારાજગી
પ્રદેશ કોંગ્રેસ પ્રત્યે ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની નારાજગી ફરી એકવાર સામે આવી છે. ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે આ મુદ્દે મોન તોડતા મીડિયા સમક્ષ પાર્ટી સાથેની નારાજગીના મુદ્દા વ્યક્ત કર્યાં હતા. આ કારણે પ્રદેશ પાર્ટીમાં વિવાદ સપાટી પર જોવા મળ્યો છે.
પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે પાર્ટીની કાર્ય પ્રણાલી પર સવાલ ઉઠાવ્યાં છે. કિરિટ પટેલે જણાવ્યું કે, પાર્ટીની કાર્ય પદ્ધતિ જો નહી સુધરે તો કોઇ નવો નિર્ણય મક્કમ પણે લેવો પડશે. પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે જણાવ્યું કે,પક્ષ વિરોધી કામ કરતાં લોકો સામે પગલા લેવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઇ પગલા ન લેવાતા પક્ષની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી હતી.
લલિત વસોયાએ એબીપી અસ્મિતા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ સંગઠન સામેની નારાજગીના મુદ્દે વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક મુદ્દા છે. જે કોગ્રેસ હાઇકમાન્ડ સુધી પહોંચવા જોઇએ. આ મુદ્દે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, , સંગઠન મજબુત નથી, કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુઘી પહોંચતી નથી. કોઇ સાંભળતુ નથી અને લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે હવે સક્રિય થવાની જરુર છે.
જગદિશ ઠાકોરે આપી પ્રતિક્રિયા
બંને ધારાસભ્યની નારાજગી પર સખત શબ્દોમાં જગદિશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ ના આંતરિક વિખવાદો મુદ્દે તેમ જ ધારા સભ્ય કિરીટ પટેલ ના આક્ષેપોનો પણ જગદીશ ઠાકોરે જવાબ આપ્યો.. શિસ્તના મુદ્દે બાંધછોડ નહીં ચાલે તેવું જગદીશ ઠાકોરે સ્પષ્ટ કર્યું...આ ઉપરાંત આંતરિક પ્રશ્નો ની ચર્ચા માટે પક્ષનું નેતૃત્વ હંમેશા તૈયાર જ છે એવું તેમણે જણાવ્યું. આ ઉપરાંત પક્ષના પૂર્વ ધારાસભ્યોની નારાજગી બાબતે પણ તેમણે પ્રતિક્રિયા આપી... કોઈ કહે એ રીતે જ પક્ષ ચાલવું જોઈએ તેવી માનસિકતા માંથી પક્ષના લોકોએ બહાર આવવું જોઈએ તેવું જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું.