શોધખોળ કરો

Rajkot news: રાજકોટમાં ખાડાએ લીધો બેનો જીવ, ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માતમાં પિતા-પુત્રનું મોત

સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પિતા-પુત્ર બાઇક પર જતાં હતાં ત્યારે બાજુમાંથી ટ્રક પસાર થતો હતો.

Rajkot accident: રાજકોટના સંતકબીર રોડ પર ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પિતા પુત્રના મોત થયા છે. મૃતદેહને સિવિલ પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે સંત કબીર રોડ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે પહોંચી ટોળા વિખેરી નાખ્યાં હતા.

મૃતકનાં નામ

મૃતક અજય પરમાર (પુત્ર)

મૃતક શૈલેષ પરમાર (પિતા)

સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પિતા-પુત્ર બાઇક પર જતાં હતાં ત્યારે બાજુમાંથી ટ્રક પસાર થતો હતો. ગણતરીની સેકન્ડોમાંથી પિતા પુત્રના મૃત્યુ થયા હતા. એક વ્યક્તિને બચાવવા જતા બાઈકે કાબુ ગુમાવ્યો અને પાછળના જોટામાં પિતા પુત્ર આવી ગયા અને મૃત્યુ થયું હતું.

આબુરોડથી પરત ફરતા અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત

આબુરોડથી પરત અમદાવાદ આવતી કારનું ટાયર ફાટતાં કાર પલટી ગઇ હતી,. કારમાં 2 મહિલા અને 2 પુરૂષો સહિત એક બાળક સવાર હતું. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્યને ઇજા પહોચી છે. એક મહિલાની સ્થિતિ વધુ ગંભીર હોવાના અહેવાલ છે. આ પરિવાર રિપબ્લિક ડેનો લોન્ગ વિકએન્ડ એન્જોય કરવા માટે અમદાવાદથી આબુરોડ ગયો હતો.જો કે રસ્તામાં અચાનક કારનું ટાયર ફાટતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતાં કાર પલટી ગઇ હતી. આ દુર્ઘટના બનાસકાંઠાના ઈકબાલગઢ પાસે બની હતી.

તો 27 જાન્યુઆરીએવડોદરાના કારેલીબાગ ખાતે ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ડમ્પર ચાલકે ફોર વહીલરને અડફેટે લીધી હતી અને કારને 100 મીટર સુધી ઢસડી હતી. સદનસીબે કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકાએ લોકોમાં રોષ છે. સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો હતો. કુંભારવાડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર કોબા હાઇવે ઉપર હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધનું અજાણી કારની અડફેટે મોત નીપજ્યું છે. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ગાંધીનગરમાં વધતા અકસ્માતો વચ્ચે હવે હિટ એન્ડ રનના બનાવ વધ્યા છે ત્યારે ગઈકાલે સાંજે કોબા પાસે હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં વૃદ્ધનું મોત થઈ ગયું છે જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કોબા પાટીયા પાસે રહેતો ખોડાજી નાગજીજી ઠાકોર છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. જ્યારે તેના પિતા નાગજીજી ગેમરજી ઠાકોર પશુપાલનનો વ્યવસાય કરતા હતા. ગઈકાલે સાંજે ખોડાજી ઘરે હાજર હતો. એ દરમિયાન તેના પિતા ઘરનો સામાન લેવા માટે કોબા ગામમાં જવા માટે નિકળ્યા હતા. જેની થોડીક વારમાં જ રોડ ઉપર બુમાબુમ થતા ખોડાજી ત્યાં પહોંચી ગયો હતો. તેને જાણવા મળ્યું હતું કે તેના પિતા ગાંધીનગરથી કોબા સર્કલ તરફનો રોડ ક્રોસ કરતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી નાગજીજીને ટક્કર મારી નાસી ગયો હતો. જેનાં કારણે ગંભીર ઈજાઓ થવાથી તેઓ લોહી લુહાણ હાલતમાં રોડ પર પડયા હતા.આ અકસ્માતના પગલે રાહદારી વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા. અકસ્માત કરનાર અજાણ્યો વાહન ચાલક કોબા તરફ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં ઈજાગ્રસ્ત નાગજીજીને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
Embed widget