શોધખોળ કરો

Gujarat Weather Update: સૌરાષ્ટ્ર-કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

Gujarat Weather Update:  છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.  હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે.

Gujarat Weather Update:  છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.  હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જેને પગલે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. અનેક જગ્યાએ ખેતીના પાકને ભારે નુકસાન પણ થયું છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદ

કચ્છમાં કમોસમી વરસાદનો સીલસીલો યથાવત છે. જિલ્લામાં સતત આઠમાં દિવસે વરસાદ પડ્યો છે. નખત્રાણા પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. નખત્રાણાના મોટી વિરાણી, જીંજાય, દેશલપર ગુંતલી, નાના અંગિયાં સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સરહદી વિસ્તાર લખપતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. 

લખપત તાલુકાના દયાપર, દોલતપર, આશાલડી, રાવરેશ્વર, સારણમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ  શરૂ થયો છે. લખપતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ કુંડી ધોધમાં પાણી વહેતા થયા છે. સરહદી લખપત તાલુકામાં પડેલા કમોસમી વરસાદના પગલે અનેક નદી નાળામાં નવા નીરની આવક શરૂ થઈ છે. ગઈકાલે પડેલા વરસાદ બાદ જૂણાચાય નજીકનો કુંડી ધોધ જીવંત બની ઉઠ્યો છે. કોતરાયેલી ભેખડો પરથી પડતા ઘૂઘવતા પાણીએ નયનરમ્ય નજારો સર્જ્યો છે.

ગીર સોમનાથના વાતાવરણમાં પલટો

તાલાલાના આંકોલવાડી, સુરવા, ધાવા, માધુપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકશાન  થવાની આશંકા છે. આ ઉપરાંત જૂનાગઢના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. શહેરમાં બપોર બાદ કમોસમી વરસાદ શરુ થયો છે. શહેરના આઝાદ ચોક, માંગનાથ રોડ, બસ સ્ટેન્ડ, દિવાન ચોકમાં વરસાદ પડ્યો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ જોવા મળ્યો

રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે. રાજકોટના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, ગોંડલ ચોકડી, સામા કાંઠા વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. આ તરફ અટીકા ફાટક અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. જિલ્લા બાદ શહેરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને જોરદાર ઝાપટું પડ્યું. રાજકોટ શહેર અને જિલ્લામાં સતત આઠ દિવસથી ચોમાસા જેવો માહોલ
જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ઉનાળુ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તલ, મગ, અડદ સહિતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઉપલેટા-ધોરાજીના અનેક ગામડાઓમાં આજે ધોધમાર વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. ધોરાજીમાં વાવાઝોડા રૂપી જોરદાર પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે.  ધોરાજીમાં ભારે વરસાદને લઈ રોડ ઉપર પાણી વહેતા થયા છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ

ધાનેરાના બોર્ડર વિસ્તારમાં સતત અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો હતો. ધાનેરાના માલોતરા, શેરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે.

અરવલ્લીમાં પણ કમોસમી વરસાદ પડ્યો 

મેઘરજમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું છે. વાવાઝોડામાં હોલ્ડીંગ ધરાસાયી થયા છે. ફ્રુટની લારી પર હોલ્ડીંગ પડ્યું હતું. જો કે, હોલ્ડિંગ પડતા કોઈ જાનહાની થઈ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Embed widget