Rajkot: શહેર ભાજપનું સંગઠન માળખું થયું જાહેર, 18માંથી 17 વોર્ડ પ્રભારીને બદલવામાં આવ્યા
Rajkot News: 18 વોર્ડમાંથી 17વોર્ડ પ્રભારી બદલી નાંખવામાં આવ્યા છે. જ્યારે એક માત્ર જીજ્ઞેશ જોષીને વોર્ડ 14ના પ્રભારી તરીકે રિપીટ કરવામાં આવ્યા છે.
Rajkot: રાજકોટ શહેર ભાજપનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિયુક્તિ કરી છે. શહેરમાં ભાજપે 18 વોર્ડ પ્રભારીની નિયુક્તિ કરી છે. 18 વોર્ડમાંથી 17વોર્ડ પ્રભારી બદલી નાંખવામાં આવ્યા છે. જ્યારે એક માત્ર જીજ્ઞેશ જોષીને વોર્ડ 14ના પ્રભારી તરીકે રિપીટ કરવામાં આવ્યા છે.
કયા વોર્ડમાં કોની થઈ નિમણૂક
- વોર્ડ 1 કાથડભાઈ ડાંગર
- વાર્ડ 2 કુલદીપસિંહ જાડેજા
- વોર્ડ 3 પૂર્વશભાઈ ભદ્ર
- વોર્ડ 4 જે.ડી.ભાખ
- વોર્ડ 5 દુષ્યંત સંપટ
- વોર્ડ 6 રસીકભાઈ પટેલ
- વોર્ડ 7 પ્રફુલભાઈ કાથરોટીયા
- વોર્ડ 8 સંજયભાઈ દવે
- વોર્ડ 9 ધર્મેન્દ્ર ભગત
- વોર્ડ 10 રઘુભાઈ ધોળકીયા
- વોર્ડ 11 પરેશભાઈ ઠાકર
- વોર્ડ 12 જયદીપભાઈ કાચા
- વોર્ડ 13 રાજુભાઈ ફળદુ
- વોર્ડ 14 જીજ્ઞેશભાઈ જોષી
- વોર્ડ 15 જયેશભાઈ દવે
- વોર્ડ 16 વરજાંગભા હુંબલ
- વોર્ડ 17 જયંતિભાઈ નોંઘણવદરા
- વોર્ડ 18 ગેલાભાઈ રબારી
પીએમ મોદી આવી શકે છે રાજકોટ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગામી અઠવાડિયામાં ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી શકે છે. સમાચાર છે કે, પીએમ મોદી આગામી 16 જુલાઇએ રાજકોટની મુલાકાતે આવી શકે છે. મળતી માહિતી પ્રમાણે, પીએમ મોદી રાજકોટમાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરી શકે છે. એરપોર્ટને ખુલ્લુ મુકવાની તારીખ લગભગ પહેલાથી જ નક્કી થઇ ચૂકી છે, અને આ માટે હવે મોટો કાર્યક્રમ પણ યોજાવવાનો છે. ખાસ વાત છે કે, રાજકોટની મુલાકાત દરમિયાન પીએમ મોદીના હસ્તે કે. કે. વી. ચોક એલિવેટેડ બ્રિજ પણ ખુલ્લો મુકવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને આગામી સમયમાં પીએમ મોદીના હસ્તો ખુલ્લુ મુકવામાં આવશે. ખાસ વાત છે કે, હીરાસર એરપોર્ટ શરૂ થતા હાલનું ચાલુ જૂનું એરપોર્ટ બંધ થઇ જશે. નવા ગ્રિનફિલ્ડ એરપોર્ટ પર ટ્રાયલ રન પણ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન અહીં નાના એરક્રાફ્ટથી થશે ટ્રાયલ કરવામાં આવ્યુ હતુ.
Join Our Official Telegram Channel: